• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ભારતીય સેના-પોલીસે યોજી આપત્તિ વ્યવસ્થાપનની સંયુક્ત કવાયત

ભુજ, તા. 9 : ભારતીય સેનાના બાલ્ડ ઇગલ બ્રિગેડે ભુજ લશ્કરી સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ સાથે મળી ઉચ્ચ-પ્રભાવિત માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવ તાલીમ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત કવાયતનો ઉદેશ્ય કુદરતી અથવા માનવર્જિત આફતો દરમ્યાન નાગરિક અને લશ્કરી એજન્સીઓ વચ્ચે તાલમેલ, પ્રતિભાવ અને સંકલનને મજબૂત બનાવવાનો હતો. આ તાલીમ દરમ્યાન બચાવ કામગીરીથી લઇને ઝડપી પ્રતિભાવ સંકલન સુધીની બંને ટીમની વ્યવહારુ અનુભવ અને એકીકૃત કાર્યવાહી કરવામાં આવી હતી. આ સહયોગથી કટોકટીના સમયે નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે સેનાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથોસાથ ગુજરાત પોલીસની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પહેલ માત્ર વ્યૂહાત્મક પ્રતિભાવ કૌશલ્યને જ નહીં, પરંતુ અસરકારક કટોકટી વ્યવસ્થાપન માટે  મહત્ત્વપૂર્ણ, પરસ્પર વિશ્વાસ અને આંતર-એજન્સી સહયોગને પણ પ્રોત્સાહન આપવાનો હતો. 

Panchang

dd