ગાંધીધામ, તા. 12 : દેશના બંદર અને ગોદીકામદારોના પડતર પ્રશ્નો મામલે સરકાર દ્વારા સકારાત્મક ઉકેલ ન લવાતા દેશના તમામ મહાબંદરો પાંચેય મહાસંઘ
દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પૈકી દીનદયાલ પોર્ટના પ્રશાસનિક ભવન ખાતે ત્રણ કામદાર સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું
આયોજન કરાયું હતું અને પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે સૂત્રોચ્ચારો કરાયા હતા. દેશના
તમામ મહાબંદરગાહો ઉપર વિરોધ દિવસ અંતર્ગત ડી.પી.એ.ના પ્રશાસનિક ભવનના પ્રવેશદ્વાર પાસે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલા, કંડલા
પોર્ટ કર્મચારી સંઘ, કંડલા પોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા સૂત્રોચ્ચારો કરી વર્ગ ત્રણ અને ચારના કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલની બુલંદ માંગ કરી હતી. એચ.એમ.એસ.ના પ્રમુખ
એલ સત્યનારાણ, કેપીકેએસના પ્રમુખ રાણા વિસરિયા, કંડલા પોર્ટ વર્કર્સ યુનિયનના જયન નાયરે પડતર માગણીઓ ઉપર વક્તવ્ય આપ્યું હતું. એચ.એમ.એસ.ના ઉપપ્રમુખ જીવરાજ ભાંભી, લલિત વરિયાની, મહેશ અખાની, અલીમામદભાઈ,
કિશન દનીચા, અનિલ પાનીકર, દિવ્યા નાયર, શામજી કટુવા, પ્રવીણ
ગઢવી, બિપિન વાઘેલા, ભાસ્કરરાવ,
ભરત કોટિયા, સંદીપ પરમાર, જયંતી રિવાલ, અનવર માંજોઠી, ડેનિયન
ઉમર સિદ્દીક, મુસા સાયચા વગરે ઉપસ્થિતિ રહ્યા હતા કુશળ-અકુશળ કામદાર સંગઠન દ્વારા બપોરના અરસામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું
હતું. આઈપીએ અને શિપિંગ મંત્રાલય દ્વારા વેજબોર્ડની
સંધિ મુજબ ઘણા લોકલ ભથ્થાંઓ અપાયાં ન હોવાનું
અને અમુક મુદ્દાઓ ઉપર દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. આ દરમ્યાન યુનિયનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ
જાટે ફેડરેશનના સંદેશનું વાંચન કર્યું હતું
અને વિવિધ મુદ્દાઓ અંગે અવગત કરાયા હતા. નિલાંગ દવે, અલનાસીર માંજોઠી, ભાણજી મહેશ્વરી વિગેરે જોડાયા હતા.