અંજાર, તા. 10 : નગરપાલિકાના નવા નિમાયેલા મુખ્ય
અધિકારીએ આજે પદભાર સંભાળ્યો હતો. પદાધિકારીઓ અને
અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. નવનિયુકત
મુખ્ય અધિકારી તુષારભાઈ ઝાલરિયાએ ધારાસભ્ય કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ધારાસભ્ય
ત્રિકમભાઈ છાંગાએ આવકારીને અંજાર શહેરના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા-વિમર્શ
કર્યા હતા, ત્યારબાદ નગરપાલિકા કચેરી
મધ્યે કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણી, કારોબારી
સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસકપક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામી,
ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે મુખ્ય અધિકારીને કચ્છી
શાલ અને પુષ્પગુચ્છ દ્વારા આવકાર આપ્યો હતો.
સુધરાઈ સભ્યો અને વિવિધ કર્મચારી, અધિકારીઓએ આવકાર આપ્યો હતો, ત્યારબાદ નગરપાલિકાના અધિકારીઓ અને
કર્મચારીઓ સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી. શહેરીજનોની સુખાકારી માટે પ્રતિબદ્ધ હોવાની
સાથે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ
સાથે સંકલન કરી સતત કાર્યરત રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. અધિકારી-કર્મચારીઓને પણ
ટીમવર્ક દ્વારા શહેરના વિકાસ માટે કાર્યરત રહેવા શીખ આપી હતી.