• મંગળવાર, 24 જૂન, 2025

શા માટે યુદ્ધમાં ઈરાનની મદદે નથી આવતું રશિયા ? : પુતિને આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 23 : ઈરાન-ઈઝરાયલનાં યુદ્ધમાં રશિયાની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ઊઠી રહેલા સવાલો વચ્ચે આજે તેઓ ભડકી ગયા હતા અને આવા પ્રશ્નોને તેમણે ઉશ્કેરણીજનક ગણાવી દીધા હતા. આ ઉપરાંત તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આજના સમયમાં લગભગ આખું ઈઝરાયલ રૂસી ભાષા બોલે છે. સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચમાં બોલતાં પુતિને કહ્યું હતું કે, પૂર્વ સોવિયત સંઘ અને રશિયાના આશરે 20 લાખ લોકો ઈઝરાયલમાં વસે છે. આજે ત્યાંનાં મોટાભાગના લોકો રૂસી ભાષા બોલે છે. અમે રશિયાના સમકાલીન ઈતિહાસમાં કાયમ આ વાતને ધ્યાનમાં રાખીએ છીએ. આગળ તેમણે કહ્યું હતું કે, રશિયાની 1પ ટકા આબાદી મુસ્લિમ છે અને રશિયા ઈસ્લામિક સહયોગ સંગઠનમાં પર્યવેક્ષકની ભૂમિકામાં પણ છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ દાયકાઓથી મધ્યપૂર્વમાં એક નાજુક સંતુલન જાળવી રાખ્યું છે. ઈઝરાયલ સાથે પણ રશિયાને સારા સંબંધો રહ્યા છે, તો ઈરાન સાથે મજબૂત આર્થિક અને સૈન્ય સંબંધો વિકસિત થયેલા છે. પુતિને કહ્યું હતું કે, ઈરાન સાથે એક ભરોસાનો સંબંધ છે અને ઈરાનનાં બુશહરમાં પહેલા પરમાણુ ઊર્જા સંયત્રને સ્થાપવામાં રશિયા તરફથી મદદ પણ કરવામાં આવેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd