• મંગળવાર, 24 જૂન, 2025

નલિયાના છેતરપિંડીના ગુનાનો નાસતો આરોપી ઝડપાયો

ભુજ, તા. 23 : નલિયા પોલીસ મથકે છેતરપિંડી અંગેના નોંધાયેલા ગુનાનો નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ રવુભા જાડેજાને ભુજથી એલસીબીએ ઝડપી પાડયો છે. એલસીબીને બાતમી મળી હતી કે, નલિયા પોલીસ મથકના છેતરપિંડીના ગુનાનો નાસતો આરોપી મૂળ ભુજ હાલે ભાવનગર રહેતો રાજેન્દ્રસિંહ જાડેજા હાલ ભુજમાં ભૂમિ પેટ્રોલપંપની સામે ચાની  હોટેલ પાસે હાજર છે. આ બાતમીના આધારે રાજેન્દ્રસિંહને ઝડપી ગુનાની સમજ આપી પૂછતાછમાં કબૂલાત આપી હતી. આરોપીને નલિયા પોલીસને સોંપાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd