ભુજ, તા. 23 : ખાવડાના
કુરન બાજુના આર.ઈ. પાર્કમાં સ્ટર્લિંગ વિલ્સન કંપનીના કન્ટેનરનાં તાળાં તોડી
તેમાંથી નવાં બે એ.સી., જનરેટર સેટ, ટૂલ બોક્સ અને વાયર સહિત કુલ રૂા. 1.39 લાખના
મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે ખાવડા પોલીસ મથકે
સિક્યુરિટી સુપરવાઈઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 22/6થી પાંચેક દિવસ પહેલાં કોઈ પણ
શખ્સે સ્ટર્લિંગ વિલ્સન કંપનીના કે-4 નામના કન્ટેનરનું તાળું તોડી
તેમાં રાખેલા વોલ્ટાસ કંપનીના 1.5 ટનનાં બે નવાં એ.સી. કિં. રૂા. 84,000, જનરેટર
બેટરી અને જનરેટર ઓલ્ટિનેટર કિં. રૂા. 25,000, ચાર ટૂલ બોક્સ કિં. રૂા. 15,000, ડિજિટલ
મલ્ટિમીટર કિં. રૂા. 10,000 તથા કોપર વાયર 200 મીટર
કિં. રૂા. 5000 એમ કુલ રૂા. 1,39,000ના
સામાનની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયા છે. અગાઉ ત્રણેક માસ પૂર્વે પણ આ જ
કંપનીમાંથી ત્રણ એ.સી.ની ચોરી થયાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ચોરીનો ગુનો
દાખલ કરીને તપાસ હાથ ધરી છે.