• મંગળવાર, 24 જૂન, 2025

બન્ને દાવમાં સદી કરનાર પંત ભારતનો સાતમો બેટધર

લીડસ, તા. 23 : ભારતીય વિકેટકીપર ઋષભ પંતે બીજી ઈનિંગ્સમાં પણ સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. તેણે 130 દડામાં કારકિર્દી આઠમી સદી ફટકારી હતી. પહેલા દાવમાં 134 રનની ઇનિંગ રમનાર પંતે આજે બીજા દાવમાં 118 રન ફટકાર્યા હતા અને વિક્રમોની વણઝાર રચી હતી. તે એક ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી કરનારો સાતમો બેટધર બન્યો છે જ્યારે ઇંગ્લેન્ડમાં આ ઉપલબ્ધિ હાંસલ કરનાર તે પહેલો ભારતીય ક્રિકેટર છે. જ્યારે વિશ્વ ક્રિકેટમાં બન્ને દાવમાં સદી કરનાર ઋષભ પંત ફક્ત બીજો વિકેટકીપર બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના વિકેટકીપર એન્ડી ફલાવરે બનાવ્યો હતો. તેણે 2001માં દ. આફ્રિકા વિરુદ્ધ 142 અને 199 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત પંતે ઇંગ્લેન્ડમાં ચોથી સદી કરી ગાવસ્કર અને વેંગસરકરની બરાબરી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd