• મંગળવાર, 24 જૂન, 2025

સાત હાર પછી ભારતીય પુરુષ હોકી ટીમનો વિજય : બેલ્જિયમને 4-3થી હાર આપી

એન્ટવર્પ, તા. 23 : ભારતીય પુરુષ હોકી ટીમે એફઆઇએચ પ્રો લીગના યુરોપીય રાઉન્ડમાં સતત સાત હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો છે. ટૂરના આખરી મેચમાં ગઇકાલે ભારતીય પુરુષ હોકી ટીમે બેલ્જિયમ સામે 4-3 ગોલથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારત તરફથી સુખજીત સિંઘે 21 અને 3પ મિનિટે ગોલ કર્યા હતા. જયારે અમિત રોહિદાસે 36મી અને કપ્તાન હરમનપ્રિત સિંઘે પ9મી મિનિટે ગોલ કર્યા હતા. પહેલા હાફમાં સ્કોર 2-2 ગોલની બરાબરી પર રહ્યો હતો. અંતિમ કવાર્ટરમાં કપ્તાન હરમનપ્રિતના નિર્ણાયક ગોલથી ભારતની જીત થઇ હતી. બીજીતરફ ભારતીય જૂનિયર હોકી ટીમે ચાર રાષ્ટ્રની હોકી ટૂર્નામેન્ટના ગઇકાલના મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-1 ગોલથી હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd