લીડ્સ તા.23: ભારતના
અનુભવી બેટર કેએલ રાહુલ હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં
શાનદાર અર્ધસદી કરવા સાથે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે સેના દેશો એટલે કે સાઉથ
આફ્રિકા, ઇંગ્લેન્ડ,
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સર્વાધિક પ0 પ્લસ
સ્કોર કરનારો સંયુકત બીજો ભારતીય ઓપનર બન્યો છે. 33 વર્ષીય કેએલ રાહુલે તેની ટેસ્ટ
કેરિયરની 18મી અર્ધસદી કરી હતી. તે સેના દેશોમાં સૌથી વધુ અર્ધસદી
કરવાના મામલે ઓપનર તરીકે વિરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજયની બરાબરી કરી છે. આ
સૂચિમાં મહાન સુનિલ ગાવસ્કર પ્રથમ ક્રમે છે. સેના દેશોમાં વિરેન્દ્ર સેહવાગ (49 ઇનિંગ), મુરલી વિજય(42 ઇનિંગ)
અને કેએલ રાહુલ (42 ઇનિંગ) નવ-નવ વખત પ0 પ્લસ સ્કોર બનાવ્યો છે. જયારે
સુનિલ ગાવસ્કરે પ7 ઇનિંગમાં 19 વખત પ0 પ્લસ
સ્કોર કર્યો હતો.