ભુજ, તા. 23 : અબડાસા
તાલુકાના વિંગાબેર ગામે ગઇકાલે 22 વર્ષીય
યુવતી સવિતા સુરેશ માતંગે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અબડાસાના
વિંગાબેર ગામે રહેતી યુવતી સવિતા માતંગે ગઇકાલે સાંજે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે
ગળેફાંસો ખાઇને મૃત્યુ પામ્યાની વિગતો તેના પિતા સુરેશ શંકર માતંગે જખૌ પોલીસ મથકે
જાહેર કરતાં પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.