• મંગળવાર, 24 જૂન, 2025

108 દિવસે સાંસદ ક્રિકેટ સ્પર્ધાનું સમાપન

ભુજ, તા. 23 : છેલ્લા 108 દિવસથી દરરોજ રાત પડે એટલે ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટરસિયાઓ માટે દિવસ ઊગે તેવા ઉત્સાહભર્યા માહોલ વચ્ચે રવિવારે શહેરનાં જ્યુબિલી ગ્રાઉન્ડ પર સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઇનલ મુકાબલા સાથે સંપન્ન થઇ હતી, જેમાં મા ઇલેવન સામે ટાઇગર ઓફ વી વિજેતા બની હતી. કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ યોજિત ઓપન કચ્છ ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 600થી વધુ ટીમોના 8820 જેટલા ખેલાડીઓએ જ્યુબિલી મેદાન ગજાવ્યું હતું. 16 મહિલા ટીમની 240 ખેલાડીઓએ ચાર દિવસમાં 15 મેચ રમી હતી. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ મેગા ફાઇનલ મેચ વેળાએ ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન આપતાં ખેલરસિકોનો આભાર માન્યો હતો. કચ્છની સૌથી મોટી ઓપન ડે - નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ની આજે 22-6-2025 ને રવિવારે `મેગા ફાઇનલ' રમાઇ હતી જેમાં મા ઇલેવન ટીમ સામે ટાઈગર ઓફ વી ટીમ  વચ્ચે સાંજે 7 વાગ્યે ભવ્ય જંગ ખેલાયો હતો જેમાં ટાઈગર ઓફ વીએ 12 ઓવરમાં 133 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેમની સામે મા ઇલેવન  ભુજ 11 ઓવરમાં 100 રનમાં ઓલઆઉટ થઈ જતાં ટાઈગર ઓફ વી ટીમ 33 રનથી વિજેતા બની હતી. મેચોનું  પ્રસારણ દશક્ષજ્ઞમ ભવફદમફ યુ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવેલું. ખેલાડીઓને જુસ્સો અને શુભેચ્છા પાઠવવા ગુજરાતના ખ્યાતનામ ખેલાડીઓ ભારતીય ક્રિકેટર હાર્વિક દેસાઇ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન- રણજી ટ્રોફીના કોચ મોહનાસિંહ જાડેજા, પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનીલભાઇ શુકલ, મહેશભાઇ ચૌહાણ, રણજી ટ્રોફીના બિપિનભાઇ પૂજારા, ફિરોઝભાઇ બાંભણિયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડેમી બોર્ડના મેમ્બર મહાવીરાસિંહ જાડેજાનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત રહી મેગા ફાઇનલ માણી હતી. દરેક 600થી વધુ ટીમોની મેચ દરમ્યાન સમય - સહકાર આપતા કાર્યકરો - મહાનુભાવોનાં સન્માન અને `મેગા ફાઇનલ'માં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરાયો હતો, જેમાં મહેમાનોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તથા આ ટૂર્નામેન્ટમાં વ્યવસ્થા કુલદીપાસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, જયભાઇ ચાવડા, મુકેશભાઇ ચાવડા, વિશાલભાઇ ઠક્કર, કિશોરભાઇ નટ, રમેશભાઇ દાફડા, શૈલેન્દ્રાસિંહ જાડેજા, વિરમભાઈ આહીર, પ્રકાશભાઇ ડગરા, મોહનભાઇ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, મયૂરાસિંહ જાડેજા, હિતેશભાઈ ગોસ્વામી, જેન્તીભાઈ વાઘેલા, રવિભાઇ ત્રવાડી, રવિભાઇ ગરવા, અશોકભાઇ હાથી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, ધવલરાજ સોલંકી, અલ્પેશભાઇ પટેલ, નિલયભાઇ ગોસ્વામી, દીપકભાઈ ડાંગર, યશભાઈ વાઘેલા, સંજયભાઇ ઠક્કર, અરુણભાઇ મકવાણા, નીલેશભાઈ દાફડા, દીપકભાઈ સીજુ વિગેરે હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd