લીડસ, તા. 23: ભારત-ઇંગ્લેન્ડ
વચ્ચે ટેસ્ટના ગઇકાલે ત્રીજા દિવસે એક દિલચશ્પ નજારો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડ
ટીમ માટે એક એવો ખેલાડી ફિલ્ડીંગ કરી રહ્યો હતો, જે ટીમમાં સામેલ ન હતો અને વળી પાછો ભારતીય
મૂળનો હતો. તે એક પણ ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યો નથી પણ જ્યારે ઇંગ્લેન્ડનો કપ્તાન
બેન સ્ટોકસ મેદાન બહાર ગયો તો તેના સ્થાને ફિલ્ડીંગ કરવા યશ વાગડિયા નામનો ખેલાડી
ફિલ્ડીંગ કરવા ઉતર્યો. યશ વાગડિયા સ્થાનિક ટીમ યોર્કશાયર કાઉન્ટિ ટીમનો યુવા
ખેલાડી છે. તેનો જન્મ 7 મે 2004ના
ઇંગ્લેન્ડમાં થયો છે. તે ગુજરાતી મૂળનો બ્રિટીશ ક્રિકેટર છે. તે રાઇટી બેટર અને ઓફ
સ્પિનર છે. તે ઇંગ્લેન્ડનો ઉભરતો સિતારો ગણાય છે. ઇંગ્લેન્ડમાં જ્યારે કોઇ ખેલાડી
મેદાન બહાર થાય ત્યારે સ્થાનિક કાઉન્ટિ ટીમના ખેલાડીને સબસ્ટીટયૂટ તરીકે ઉપયોગ
કરવામાં આવે છે. ભલે તે ટીમનો હિસ્સો ન હોય. યશ વાગડિયાને આ રીતે તક મળી હતી.
ગુજરાતી મૂળના આ યુવા ક્રિકેટરની શૈક્ષિણક કારકિર્દી પણ ઉજ્જવળ રહી છે.