ગાંધીધામ, તા. 23 : હાજીપીરથી નમક ભરેલી બે ટ્રકોને કંડલા નિયત સ્થળે ન
પહોંચાડી રૂા. 57850ની
છેતરપિંડી કરવામાં આવી હોવાના મામલે આઠ જણ
વિરુદ્ધ કંડલા પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. છેતરપિંડી અને
વિશ્વાસઘાતનો આ બનાવ ગત તા. 20/6ના સવારે 11થી પ
વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. બાલાજી ઈન્ફ્રા પોર્ટ પ્રા. લિ.ના સુપરવાઈઝર
મોહન રાઓ જોગલુ મેટટુરૂએ આરોપી અલી અકબર
ઈસ્માઈલ લુહાર (ભારાપર), રાહુલ રામજી મ્યાત્રા (સંઘડ, તા. અંજાર), સરસપર રોડવેઝ ટ્રાન્સપોર્ટના નરશીભાઈ, દિગુભા,
ટ્રક ગાડી નં. જીજે.-12-બી.વી.-9828ના
ચાલક પ્રકાશ ચૌધરી તથા ટ્રક ગાડી નં. જીજે.-12.-બી.ડબલ્યુ.-2775ના
ચાલક તેમજ જી.કે. સોલ્ટ વેચાણ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સત્તાવાર
સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે
આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને સત્યેશ પ્રા. લિ. કંપની હાજીપીરમાંથી રેન્કર્સ ઈન્ટરનેશનલ પ્રા. લિ. ભુજએ સરસપર
ટ્રાન્સપોર્ટરને નમક લોડિંગની કામગીરી અપાઈ હતી. ત્યારબાદ જીજે.-12.-બી.ડબલ્યુ.-2775માં 49 ટન તથા
જીજે.-12.-બી.વી.-9828માં 40 ટન નમક ભરીને કંડલા રવાના કરવામાં આવી હતી. કંડલા
ભોલેનાથ વે-બ્રિજ ઉપર આ વાહનનુ વજન પણ
કરાવવામાં આવ્યુ હતું. કંડલા પોર્ટ યાર્ડમાં આ જથ્થો આવ્યો ન હોવા છતાં યાર્ડના રજિસ્ટ્રારમાં સ્વીકાર દર્શાવામાં આવ્યું હતું. બંને વાહનના ચાલક
અને અન્ય આરોપીઓએ 89 ટન નમક કિં. રૂા.57850નો જથ્થો નિયત સ્થળે ન
પહોંચાડીને વિશ્વાસઘાત કર્યો હતો. આ જથ્થો
જી.કે. સોલ્ટમાં વેચાણ આપેલનુ અંકુર કેમફ્રડ લિ.ની સ્લીપમાં દર્શાવવામાં આવ્યું
હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે.
યાર્ડમાં કામ કરનાર કર્મચારી,
વાહનચાલકો વિગેરે સાથે
મળીને આ કારસો રચ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વિધિવત
રીતે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.