• મંગળવાર, 24 જૂન, 2025

ભુજના યુવા વેપારી અગ્રણીના નિધનથી શોકની લાગણી ફેલાઇ

ભુજ, તા. 23 : ભુજ મધ્યે હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી દુકાન `પાનેરી'ના અનિલભાઇ બાબુલાલ શાહના પુત્ર અંકિત શાહનું અચાનક નિધન થતાં વેપારી આલમ, જૈન સમાજ તથા મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. અંક્તિભાઇ શાહ પોતાના પિતાના વારસાગત ધંધામાં છેલ્લા બે દાયકાથી સક્રિય રીતે જોડાયેલા હતા. અંજારને પોતાના ધંધાની કર્મભૂમિ બનાવી હતી. અંજાર ખાતે પોતાના પિતાજીના ધંધાનો વ્યાપ સમગ્ર ભારતમાં ફેલાવ્યો હતો. આમ, ખૂબ જ નાની ઉંમરે એક સફળ વેપારી તરીકે હેન્ડીક્રાફટ-અજરખના ધંધામાં નામના મેળવી હતી. આ સિવાય સામાજિક સંસ્થાઓ સાથે પણ જાડાયેલા હતા. છેલ્લાં 15 વર્ષથી રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી સાથે જોડાયેલા હતા, તેમાં વિવિધ સેવાકીય પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યા હતા તેમજ વીશા ઓસવાળ જૈન સમાજ યુવા ગ્રુપમાં પણ ખૂબ જ સક્રિય સભ્ય તરીકે સેવા આપતા હતા. ખૂબ જ ખુશમિજાજ તથા મિલનસાર સ્વભાવ તેમની ઓળખ હતી. તેમને આ સંસ્કારો તેમના પિતા તરફથી મળેલા હતા. તેમના પિતાએ પણ બીસીસીઆબી બેંકમાં ડાયરેક્ટર તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી. આવા ઉમદા વ્યક્તિત્વનાં આકસ્મિક નિધનથી લોકો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. તેમની સ્મશાનયાત્રામાં સમગ્ર જૈન સમાજ, અન્ય સંસ્થાઓના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd