ભુજ, તા. 26 : ભુજ તાલુકાના વાંઢાયના ઇશ્વર
આશ્રમમાં રોકાયેલા મૂળ પશ્ચિમ બંગાળના ગોપાલદાસ સાધુએ કોઇ અકળ કારણોસર આજે બપોરે 1.30 વાગ્યે ઇશ્વર આશ્રમ ખાતે રસોડાંના
શેડમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી
છાનબીન હાથ ધરી છે. સંબંધિતો પાસેથી મળેલી જાણકારી મુજબ ગોપાલદાસ અલગારી જીવન જીવી
અલગ-અલગ જગ્યાએ જતા હતા. સંભવત: લાંબા સમયની બીમારીથી કંટાળીને આજે તેણે અંતિમ પગલું
ભરી લીધાની બિનસત્તાવાર રીતે વિગતો પ્રાપ્ત થઇ છે. ભુજમાં નળવાળા સર્કલ પાસે રહેતા
અને શ્રીનાથજી હવેલીની બાજુમાં હનુમાન શેરી પાસે પાતાની કેબલની ઓફિસમાં ગઇકાલે સવારે
કોઇ અગમ્ય કારણોસર સુરેશ દવેએ ગળેફાંસો ખાઇ લેતાં તેઓને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ
ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.