ભુજ, તા. 7 : માધાપરના ઈસમે 16 માસના પૂર્વે શિરવાના બે શખ્સને
241 મણ એરંડા વેચાણ અર્થે આપ્યા
હતા, જેના રૂા. 5,43,545 વાયદા મુજબ ન મળતા તેની સાથે
છેતરપિંડી થયાની ફરિયાદ નોંધવાઈ છે. આ અંગે માધાપર રહેતા રાજેશ ઉર્ફે રાજુભાઈ મનજી
ગોરસિયાએ આજે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની આરોપીઓ શીરૂ અબ્દુલ કાદર
ઈલિયાસ અને શીરૂ હનીફ ઈલિયાસ (રહે. બંને શિરવા, તા. માંડવી) સાથે અવાર-નવાર પાકની લેતી-દેતી અંગેના વ્યવહારો થયા હતા,
જેમાં એક સિઝનમાં વેચેલા પાકના રૂપિયા આવતી બીજી સિઝનના આપતા હતા. આમ તેઓ વચ્ચે વ્યવહાર થતો હતો.
ફરિયાદીએ આરોપીઓને ગત તા. 9/4/24ના વેચાણ અર્થે એરંડા પાક આશરે 241 મણ જેના રૂા. 5,43,545 વાયદા મુજબ બીજી સિઝન સુધી
આપવાના હતા, પરંતુ આ નાણા ન આપી આરોપીઓએ
તેની સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કર્યાની ફરિયાદ લખાવી છે. માધાપર પોલીસે ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.