• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મોહંમદ જાવેદ નઝીર ઇશાણી (ઉ.વ. 33) તે નઝીર રમજુભાઇના પુત્ર, રહીમ, આબીદ, અઝીઝના ભત્રીજા, શોએબ, સમદ, નિઝામના ભાઇ, આમદ અબ્દુલ્લા સોરઠિયાના દોહિત્ર તા. 6-9-2025ના અવસાન પામ્યા  છે. વાયેઝ-જિયારત તા. 8-9-2025ના સોમવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, પેટ્રોલ પંપની બાજુમાં, ભુજ ખાતે. 

ભુજ : હાજીયાણી સારૂબેન (ઉ.વ. 97) (હિંગલાજવાડીવાળા) તે મ. મામદ દાદા (નિવૃત્ત વીજતંત્ર)ના પત્ની, હાજી ફકીરમામદ, શકીના અબ્દુલ કાદર, હસણ, નૂરમોહંમદ, જાનમહંમદના માતા, મ. સાલેમામદ (વીજતંત્ર), મ. ઇસ્માઇલ (વીજતંત્ર), હાજી જુમા (વીજતંત્ર), અબ્દુલા (વીજતંત્ર), કાસમભાઇ (નિવૃત્ત આશાપુરા, ડ્રાઇવર), રહેમતબાઇ, હવાબાઇના ભાભી, મ. સાલેમામદના પુત્રી, કાસમ, આદમ, હાસમ, અલીમોહંમદ,રહેમત, ફાતમા, શફીનાના બહેન, અશ્મા, હંઝલા, નઇમ, ઝૈદ, શાબાન, ઉમૈમા, મ. શીફા, નીસાદના દાદી, નગરસેવક હમીદ સમાના દાદીસાસુ તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત સોમવાર તા. 8-9-2025ના 9થી 10 વાગ્યે ધારાનગર, નિવાસસ્થાન-ભુજ ખાતે.

માંડવી : મૂળ મોટી ખાખરના સોની કિશોરભાઇ લાલજીભાઇ ચલ્લા (ઉ.વ. 57) તે સ્વ. ગોદાવરીબેન લાલજીભાઇના પુત્ર, વર્ષાબેનના પતિ, વિવેકના પિતા, શ્રેયાંશીના સસરા, રતનશીભાઇ, કિરીટભાઇ, ક્રિટાબેન, રસીલાબેનના ભાઇ, પ્રેમિલાબેન, લીનાબેનના દિયર, વિરજીભાઇ વિશ્રામભાઇ થલેશ્વર (નાની ખાખર)ના દોહિત્ર, સ્વ. ભાવિન, દિપેનના કાકા, ભાવિક, હર્ષના મામા, રૂદ્રાક્ષીના દાદા, સ્વ. ધનજીભાઇ મકનજીભાઇ બંધણધકાણના જમાઇ, અશ્વિનભાઇ, દીપકભાઇ, જયશ્રીબેન, કલ્પનાબેન, ચેતનાબેનના બનેવીઅશ્વિનભાઇ વિપીનભાઇ સુરુના વેવાઇ તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 4થી 5 કલાકે સાગરવાડી માંડવી ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ગામ સાભરાઇના હીરાગર ગોસ્વામી (ઉ.વ. 70) તે સ્વ. વસંતબેન ધરમગરના પુત્ર, સુંદરગર નરસિંહગરના પૌત્ર, લક્ષ્મીબેન શંકરગર (બિટ્ટા), કમળાબેન કુંવરગર (ભુજ), શ્યામગર, જસવંતગર, ગોવિંદગરના ભત્રીજા, કાંતાબેનના પતિ, હિતેશગર, નરેશગરના પિતામનીષાબેન, પૂનમબેનના સસરા, ખુશી, મીત, વંશના દાદા, સ્વ. મુલબાઇ વિશ્રામપુરી (ભોજાય)ના જમાઇ, સ્વ. મંજુલાબેન રામગર (પીપરી), સ્વ. માધવપુરી વિશ્રામપુરી (ભુજ)ના બનેવી તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 4થી 5 કુકમા મિત્રી સમાજવાડી ખાતે.

માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની દયાબેન બીજલાણી (ઉ.વ. 70) તે સ્વ. નવીનભાઇ સામજીભાઇ બીજલાણીના પત્ની, સ્વ. ચૂનીલાલ (ગાભાભાઇ)ના નાના ભાઇના પત્ની, ગં.સ્વ. સાવિત્રીબેનના દેરાણીદીપક, દર્શના, પૂર્વીના માતા, સાગર નવીનભાઇ ઠક્કર (ભુજ), પરેશ ભગવાનજીભાઇ સાકરિયા (દરશડી)ના સાસુ, કંચન, કિશોરના કાકી, પ્રવીણાબેન, શાંતિલાલના કાકીજી, સ્વ.  પ્રેમકુંવરબેન કરશનદાસ મૈચાના પુત્રી, સ્વ. ગીરધરલાલ (માધાપર), પુષ્પાબેન (અંજાર)ના બહેન, કીર્તિકુમાર (અંજાર)ના સાળી, ગં.સ્વ. કલ્પનાબેનના નણંદ, દેવ, વૈદેહી, ધૈર્યના નાની તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 5થી 6 મારૂ કંસારા  સોની જ્ઞાતિ માધાપર સમાજવાડી ખાતે.

વાડાસર (તા. ભુજ) : નાનબાઇ લક્ષ્મણ રાબડિયા (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મણ હરજી રાબડિયા, સ્વ. રતનબેનના પુત્રી, હાલાઇ વાલબાઇ વાઘજી, ભંડેરી લીલાબેન નારણભાઇ, દેવશીભાઇ, મનજીભાઇ, નરેશભાઇ, શિવજીભાઇ, શાંતિભાઇના બહેન તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-9-2025ના સોમવારે સવારે  7.15થી 8.30 સ્વામિનારાયણ  (ભાઇઓનું) મંદિર, વાડાસર ખાતે. 

બિદડા (તા. માંડવી) : મૂળ નુંધાતડના નેણબાઇ (ઉ.વ. 58) રવજી દેવજી સુંઢા (બિદડા સર્વોદયના કર્મચારી)ના પત્ની, મહેશ, અશોક, કલ્પનાના માતા, કાનજી દેવજીના નાના ભાઇના પત્ની, નાનબાઇ, ખેતબાઇ, ડેમાબાઇના ભાભીસ્વ. હીરબાઇ માલશી વિંઝોડાના પુત્રીપુનશી, ભીમજી, સ્વ. વાલબાઇના બેન, જયશ્રી, નીતા, કિશનના સાસુ, અંઁજલ, ધ્રુવ, સનાયા, રિશીકાના દાદી, શિવમ, સમર્થાના નાની તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને બિદડા, મફતનગર ખાતે.  

મોટા આસંબિયા (તા. માંડવી) : સમેજા હવાબાઇ મામદ (ઉ.વ. 67) તે આધમ, ઇસ્માઇલ, અબ્દુલાના માતા તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 7-9-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને મોટા આસંબિયા ખાતે. 

શિરવા (તા. માંડવી) : હિતેશ ભદ્રા (ઉ.વ. 32) તે સ્વ. માનબાઇ લક્ષ્મીદાસ, સ્વ. શાંતિબેન મીઠુભાઇ હરજી ભદ્રા (બકાલી)ના પૌત્ર, અ.સૌ. જયાબેન કનૈયાલાલના પુત્ર, શાંતિબેન પ્રતાપભાઇ, સ્વ. ચંદ્રિકાબેન દેવજી, જશોદાબેન (ધુણઇ), વિદ્યાબેન (ધુણઇ)ના ભત્રીજા, મિતેશના મોટા ભાઇ, પ્રકાશ, હસ્તા, નીલેશ, રાજેશના પિતરાઇ ભાઇ, જય, કિશનના કાકા, સ્વ. માવજી ભોજરાજ કટારમલ (હમલા)ના દોહિત્ર, મુકેશ, જયેશ, રમેશના ભાણેજ તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2025ના બપોરના 3થી 4 શિરવા ભાનુશાલી મહાજનવાડી ખાતે.  

ભુવડ (તા. અંજાર) : થેબા હસન હુસેન (ઉ.વ. 65) તે  અબ્દુલના પિતા,   થેબા ફકીર મામદ સિધિક, થેબા આમદ હુશેન, નોતિયાર ઉષ્માન સુમાર (લખપત)ના સાળાથેબા અકબર અલીમામદ ( અંજાર )ના સસરાથેબા આદમ હારૂનના બનેવી  તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-9-2025ના મંગળવારે સવારે 10 થી 11 નિવાસસ્થાને, મુસ્લિમ સમાજવાડી ભુવડ ખાતે.

બિદડા (તા. માંડવી) : (મુમ્બ્રા) મુંબઇના લુહાર રફીકભાઇ મિત્રી (ઉ.વ. 69) (મારૂ હોસ્પિટલ મુંબઇ, બિદડા સર્વોદય ટ્રસ્ટના સેવાભાવી) તે ફરીદ, સુલતાના, સમીનાના પિતા, મ. અલીમામદ આમદના પુત્ર, મ. મોહંમદભાઇ, અબ્દુલભાઇના ભાઇ, અસ્લમ, શરીફ, ઇમરાનના કાકા, મ. ઇસ્માઇલ દાઉદ (બારોઇવાલા)ના જમાઇ, ગફુરભાઇ (બારોઇવાલા)ના સસરા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-9-2025ના સોમવારે બિદડા મુસ્લિમ જમાતખાના ખાતે.

મમાયમોરા (દરશડી) (તા. માંડવી) : ચાકી આધમ જાફર (ઉ.વ. 77) તે અબ્દુલ અને શફીમામદના ભાઈ, મ. આમદ તૈયબ અને જુસબ તૈયબના કાકાઇ ભાઈ, કાદર, અસલમ, રમજુના પિતા, સરફરાઝ, સમીર, આર્યન, રઇસના દાદા, શરીફના સસરા, મુસ્તાક, ઇકબાલના મોટાબાપાકાસમ મામદના બનેવી  તા.5-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.8-9-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મમાયમોરા ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : લાછબાઇ મેઘરાજ ગઢવી મુંધુડા (ઉ.વ. 78) તે કમશ્રીબેન સજણભાઈ મૌવરલખમીબેન મંગાભાઇ વિધાણી, જેતબાઈબેન પુનસીભાઈ સેડા (મોટા ભાડિયા), સોનબાઇબેન દેવાંધભાઈ સેડા (નાના કરોડીયા), દેવલબેન નાગાજણભાઈ ભલા,   પુરબાઈબેન પચાણભાઈ મૌવરહીરબાઈબેન ગોપાલભાઈ મૌવરગોરબાઈબેન નાગાજણભાઈ મૌવર (મોટા ભાડિયા)ના માતા, હધુભાઈ હરજીભાઈ મુંધુડામાણસીભાઈ હરજીભાઈ મુંધુડાથારૂભાઈ હરજીભાઈ મુંધુડા, મંગાભાઇ હરજીભાઈ મુંધુડાના માસી, સ્વ. રાજબાઈબેન અરજણભાઈ મુંધુડા, સ્વ. રામઈબેન ધનરાજ સુમણીયા (વડાલા), સ્વ. પનઈબેન કરસન બાનાયત, સ્વ. કરસનભાઈ, સ્વ . નાગાજણભાઈકલ્યાણ ખેંગાર મૌવરના બહેન તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-9-2025ના શનિવારથી 8-9-2025 સોમવાર સુધી ચારણ સમાજવાડી, મોટા ભાડિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 16-9-2025ના મંગળવારે તે જ સ્થળે. 

મોટી ખાખર (તા. મુંદરા) : કુંભાર જલુબાઇ (ઉ.વ. 65) તે અદ્રેમાન આધમના પત્ની, અનવર, ગનીના માતા, જુસબ મામદના ભાભી, ઇશાક અલીમામદ (અંજાર), ઇસ્માઇલ અલીમામદ, ફકીરમામદ અલીમામદના બેન તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.8-9-2025 સોમવારે  સવારે 10થી 11 હાજીપીર કમ્પાઉન્ડ, મોટી ખાખર ખાતે. 

ગેલડા (તા. મુંદરા) : મૂળ ગામ શિરાચા શક્તિસિંહ પથુભા ચૌહાણ તે સ્વ. પથુભા કલ્યાણજી ચૌહાણના પુત્ર, સોઢા શિવુભા વેલજીના જમાઇ, વિશ્વરાજસિંહ, અવનીબાના પિતા, નરેન્દ્રસિંહ, સ્વ. રાજેન્દ્રસિંહ, કિશોરસિંહ, વસંતબા, મંછાબા, નીતાબાના ભાઇ, જાડેજા જયવીરસિંહ, સોઢા ધીરુભાના સાળા, સોઢા જીતુભા શિવુભાના બનેવી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી બાપા સીતારામ મઢુલી ગેલડા ખાતે.

સુખપર (તા. મુંદરા) : બુઢા જેનાબાઇ જુણેજા (ઉ.વ. 55) તે મ. બુઢા જુણેજાના પત્ની, હુસેન, અનવર, મેમુનાના માતા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. 

ગુંદાલા (તા. મુંદરા) : મૂળ પત્રીના અનસૂયાબેન શંભુભાઇ રાઠોડ (ઉ.વ. 63) તે શંભુભાઇ રાઠોડના પત્ની, મંગલભાઇ રાઠોડના ભાભી, નિકુંજ, નિરૂપાબેન, કિલ્યાબેન, પ્રજ્ઞાબેન, રિદ્ધિબેનના માતા, નીતિનભાઇ મોડ, વિજયભાઇ ચૌહાણ, કલ્પેશભાઇ જેસર, સંજયભાઇ, ખુશ્બૂબેનના સાસુ, નરેન્દ્રભાઇ ઘૂંઘણ, દમયંતીબેન રાઠોડ, સ્વ. લીલાવંતીબેન પરમાર, સાકરબેન મકવાણા, મંગળાબેન રાઠોડના બહેન, અનિરુદ્ધ, પરમજીત, શિવમ, જીત, કાવ્યાના નાની, નવ્યાના દાદી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 4થી 5 નીલકંઠ મહાદેવ મંદિર, ગુંદાલા ખાતે.

મંજલ (તા. નખત્રાણા) : પ્રેમિલાબેન આમરજી બાયડ તે સ્વ. આમરજી નારણજીના પત્ની, સ્વ. રામજી સોલંકીના પુત્રી, જેઠીબેન, હર્ષિદાબેન, કલ્પના, વર્ષાબેન અને ભરતના માતા, શાંતાબેન રામસંગજી બાયડના દેરાણી, જયાબેન, જશીબેન, શાંતાબેન અને માલતીબેનના ભાભી ધીરજભા, ગિરીશભા, કુસુમના કાકી, માયાબેન, તરલાબેનના કાકીસાસુ તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા (બેસણું) તા. 8-9-2025ના સોમવારે 4થી 5 સુધી ગઢવી સમાજવાડી, મંજલ ખાતે.

કોટડા (જ) (તા. નખત્રાણા) : હિતેશભાઇ વાળંદ (ભટ્ટી) ડાયાલાલ (બિપિનભાઇ) (ઉ.વ. 37) તે અનીતાબેનના પતિ, અક્ષિતા, કેવાંશીના પિતા, ગં. સ્વ. જયશ્રીબેન બિપિનભાઇના પુત્ર, સ્વ. બિનલબેન, હાર્દિકભાઇના મોટા ભાઇ, પૂજાબેનના જેઠ, સ્વ. મણિલાલ, સ્વ. ખેતાલાલ, ખીમજીભાઇ, હીરાલાલ, રાજેશભાઇ, પાર્વતીબેન, ભચીબેન, પુષ્પાબેનના ભત્રીજા, રાકેશ, વિજય, સંદીપ, નિરૂબેન, માયાબેન, આશાબેન, સ્વ. વૈશાલીબેન, વિપુલા, કાજલ, ધ્રુવીના કાકાઇ ભાઇ, દિત્યા, વિવાન, અયાંશના મોટા બાપા, સ્વ. મુળજીભાઇ, જીવરાજભાઇ, મનજીભાઇ, જીવરાજભાઇ (ધનસુરા)ના દોહિત્ર, ગં. સ્વ. જશોદાબેન રવજીભાઇ રાઠોડ (માતાના મઢ)ના જમાઈ, જેઠાલાલ કરસનભાઈ રાઠોડ (રવાપર)ના કાકાઇ જમાઇ, મિતલબેન કુંદનભાઇ રાઠોડ, કેવલભાઇના બનેવી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 8-9-2025ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસસ્ટેશન પાસે, કોટડા (જ) ખાતે.  

કોઠારા (સાંયરા) (તા. નખત્રાણા) : દમયંતીબેન (સરસ્વતીબેન) (ઉ.વ. 81) તે સ્વ. દામજી હરજી (ચના સુરજી પરિવાર-કોઠારા)ના પત્ની, સ્વ. ગોદાવરીબેન રામજી ખેરાજ ચગસોતા (સિંધોડી)ની પુત્રીસ્વ. કરસનદાસ (સુથરી), રમેશભાઈ (ભુજ), ભરતભાઈ (સાંયરા), ગં.સ્વ. અનુસૂયાબેન કમલકાંત (ભુજ), મંજુલાબેન દિલીપભાઈ (મુંબઈ), વિમળાબેન કિશોરભાઈ (મુંબઈ), સ્વ. તારાબેન રમેશભાઈ (ભુજ), કાન્તાબેન રમેશભાઈ (ભુજ), ભારતીબેન અરાવિંદભાઈ (ગાંધીધામ), લીલમબેન દિનેશકુમાર (અંજાર), પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ, હીનાબેન મિલનભાઈ (માંડવી), પલ્લવીબેન ચેતનભાઈ (વાપી)ના માતાસ્વ. ગાવિંદજી હરજી, સ્વ. ચાગબાઈ ધારશી, ગં. સ્વ. દમયંતીબેન ચત્રભુજના ભાભી, સ્વ. લક્ષ્મીબેન, રમીલાબેન, નીતાબેનના સાસુ, વિરાગ, અક્ષય, રામ, ખ્યાલ, ભાવના, મનીષા, રીટા, ફાલ્ગુનીના દાદી, કલ્પના, જોશના, નીલમ, ધ્વનિના દાદીસાસુ, મનન, આર્ય, દેવાંશના પરદાદી, સ્વ. દામજી, સ્વ. રમેશ, સ્વ. શંકરલાલ, સ્વ. લક્ષ્મીબેન (રાજકોટ), ગં.સ્વ. મહાલક્ષ્મીબેન (જામનગર), સ્વ. મુરજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. બાલુભાઈ, પ્રાણજીવનભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. શાંતાબેનના બહેન તા. 6-9-2025ના શનિવારે અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર કોઠારા ખાતે.

કોટડા (રોહા) (તા. નખત્રાણા) : જોષી રમેશચંદ્ર માવજી (પાલીવાડ) (નિવૃત્ત આચાર્ય, કોટડા પ્રા. શાળા) (ઉ.વ. 75) તે સ્વ. ગોમતીબાઇ માવજી જોષીના પુત્ર, ગં.સ્વ. ઇન્દુબેનના પતિ, ભાવેશ (એસ.ટી. નખત્રાણા), સ્વ. શોભનાબેન (દયાપર), ભાવિન, મયૂર (ભુજ)ના પિતા, કમલેશકુમાર, રીટાબેન, નિશાબેન, કાજલબેનના સસરા, અર્ચના, એકતા, મૈત્રી, વિશ્વા, ધર્મિલ, આર્ય, માહીના દાદા, હાર્દિક, યશના નાના તથા સ્વ. લીલાધર ધરમશી જોષી (નલિયા)ના જમાઇ, સ્વ. નિર્મળાબેન (કુકમા), ગં.સ્વ. પ્રેમિલાબેન (ભુજ), જ્યોતિબેન (નાગપુર), ભદ્રેશભાઇ (ભુજ)ના બનેવી તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સોમવારે સાંજે 3.30થી 4.30 જૈન સમાજવાડી કોટડા (રોહા) ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : હાલે મુલુન્ડ મુંબઇ સ્વ. લક્ષ્મીબેન ગોપાલ પોકાર (ઉ.વ. 70) તે ગોપાલ પુંજા પોકારના પત્ની, દિનેશ, નયના, ભાવિકાના માતા, ડિમ્પલ, રાજેશકુમારશૈલેશકુમારના સાસુ, આરાધ્યના દાદી, આસ્થા, ટ્વિસા, ભૂમિકાના નાની, સ્વ. લાછુબેન કરમશી માવાણી (દેશલપર વાંઢાય)ના પુત્રી, સ્વ. રતનશી પુંજા પોકારના ભાઇના પત્ની, રવિલાલના ભાભી, રમાબેનની દેરાણી, ઉર્મિલાના જેઠાણી તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-9-2025ના મંગળવારે 4થી 5 જિયાપર પાટીદાર સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.

કાદિયા નાના (તા. નખત્રાણા) : દાફડા ગંગાબેન પુંજાભાઇ (ઉ.વ. 65) તે સ્વ. પુંજાભાઇ જખુભાઇ દાફડાના પત્ની, દાફડા રમેશકુમાર, દાફડા કલ્પેશ, સોલંકી રસીલાબેન શંકરભાઇ (રસલિયા), આંઠુ કસ્તૂરબેન રમેશભાઇ (ગઢશીશા), ચાવડા રેખાબેન કમલેશભાઇ (સુખપર-ભુજ), વાઘેલા મંજુલાબેન શાંતિલાલ (ભુજ), વાઘેલા જશોદાબેન અમૃતલાલ (ઉગેડી)ના માતા, સ્વ. જખુભાઇ મેઘાભાઇ દાફડાના પુત્રવધૂ, કાનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, દાનાભાઇ, માવજીભાઇ, સ્વ. નારાણભાઇના ભાઇના વહુ, સરોજબેન, બાદલભાઇના દાદી, વાલજી મેઘજી દાફડા, કરમશી મેઘજી દાફડાના ભત્રીજાવહુ, લોંચા શિવજી સામત, લોંચા ઇશ્વરભાઇ સામત, લોંચા જીવરાજભાઇ સામત (દયાપર)ના બેન, સ્વ. લોંચા સામતભાઇ ભાણજીભાઇ, સ્વ. લોંચા લક્ષ્મીબેન સામતભાઇના પુત્રી, નર્મદાબેન કરશનભાઇ વાઘેલા (ખોંભડી મોટી)ના ભાભી તા. 6-9-2025ના અવસાન પામ્યા છે.  

બુઢારમોરા (તા. ભચાઉ) : નવી દુધઇ (તા. અંજાર) સ્વ. રતનબેન ભીખાભાઇ મહેશ્વરી (ઉ.વ. 62)  તે સ્વ. ભીખાભાઈ જુમાભાઇ મહેશ્વરીના પત્ની, વેલજીભાઈ મહેશ્વરી, જેઠાભાઈ તથા ધનજીભાઈ નોરિયા (શિક્ષક, શ્રી અમરાપર પ્રાથમિક શાળા, તાલુકો-અંજાર)ના માતા, દમયંતીબેન વેલજીભાઈ, લક્ષ્મીબેન ધનજીભાઈ મહેશ્વરી ( શિક્ષક, અજરખપુર પ્રાથમિક શાળા, તાલુકો-ભુજ)ના સાસુ, સ્વ. મુરીબેન ખેંગારભાઈ દાફડા (કિડાણા)ના પુત્રી, બુધાભાઈ, માયાભાઈ, સવાભાઈ દાફડા (કિડાણા), સુમલબેન દામજી ધુવા (વાંકી)સ્વ. લખમાબેન શામજી ઢેરા (ભલોટ), સ્વ. ભાણભાઈ રાયશી બડગા (અંજાર), કેશરબેન કાનજી પારિયા (ચંદિયા)ના બહેન, હિતેન, યશ્વી, હાર્દિક, દિશા, મીત, નક્ષ, નિધિના દાદી તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2025ના સવારે 9થી 11 મૈત્રી બૌદ્ધ વિહાર - હરિનગર, બુઢારમોરા ખાતે.

માતાના મઢ (તા. લખપત) : માંજોઠી જુમાભાઇ (ઉ.વ. 77) તે મ. જુસબ ઉમરના પુત્ર, ઓસમાણ, અશરફના મોટા બાપા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. જિયારત-વાયેઝ તા. 8-9-2025ના સોમવારે નિવાસસ્થાન માતાના મઢ ખાતે. 

ગુનેરી (તા. લખપત) : જાડેજા જીવણજી આશાજી ઉર્ફે સરૂપાજી આશાજી તે તનુભા, માનસંગજી, જાલુભા, સવાઇસિંહના પિતા, બથુભા, રામસંગજી, નાજુભા, કરશનજી, નોંઘણજી, નોંઘણજી, માનસંગજી, દેશરજીના ભાઇ, સિદ્ધરાજસિંહ, દિવ્યરાજના દાદા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. આગરીરાત તા. 14-9-2025, રવિવારના રાતે તથા ઘડાઢોળ તા. 15-9-2025ના સોમવારે બપોરે નિવાસસ્થાને ગુનેરી ખાતે.

Panchang

dd