• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : આઇયા જેન્તીલાલ (ઉ.વ. 57) તે ઠા. લીલાધર જેઠાભાઇ (દોલતપરવાળા)ના નાના પુત્ર, કીર્તિભાઇ, ગં.સ્વ. જયશ્રીબેન સોમૈયા, દક્ષાબેન ચંદે, ગીતાબેન રાજદેના ભાઇ, રક્ષાબેનના પતિ, હિમાંશુ, નીકિતા ભાવેશભાઇ (દયાપર), અલ્પા પીયૂષકુમાર (ભુજ)ના પિતા, સ્વ. શંકરલાલ વેલજી કતિરાના જમાઇ તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 3-9-2025ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન જયનગર, ભુજથી લોહાણા સ્મશાનગૃહ ભુજ ખાતેથી નીકળશે.

આદિપુર : મૂળ ખેડોઇના જયાબેન વિશનજીભાઇ પરમાર (ઉ.વ. 69) તે સ્વ. વિશનજીભાઇ પ્રેમજીભાઇ પરમાર (કે.પી.ટી.)ના પત્ની, સ્વ. પ્રાણજીવનભાઇ પ્રેમજીભાઇ પરમાર (કે.પી.ટી.), મહેશભાઇ પ્રેમજીભાઇ પરમાર (કે.પી.ટી.)ના ભાભી, મુક્તાબેન અને મીનાબેનના જેઠાણી, પ્રફુલ્લાબેન (માંડવી), અનિતાબેન (માધાપર), નરેશભાઇ (આદિપુર), દીપ્તિબેન (ગાંધીધામ)ના માતા, સ્વ. ઘનશ્યામભાઇ ઉમરાણિયા, અનિલભાઇ વાઘેલા, અલ્પાબેન પરમાર, રાજેશભાઇ તેજવાણીના સાસુ, દિયા અને મિતના દાદી, ઉર્વી, અલ્પેશ, નિશા, યશ, સત્ય, લવ્યના નાની, વર્ષા, જસુ, હેમલતા, ભાવના, સ્વ. આશા, રીનલ, હેતલ, જિજ્ઞાના મોટીમા તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-9-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ગુર્જર લુહારવાડી, કપિલમુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ વડોદ (દેવાણી ) ભાવગનરના ગોહીલ વિજયાબા  (ઉં.વ. 65)  તે જયેન્દ્રસિંહ વરસુભા ગોહીલ (નિવૃત્ત એસ.ટી..સી.)ના પત્ની, ચંદ્રસિંહ   (નિવૃત્ત રેલવે જામનગર)સ્વ. અનોપસિંહ   (નિવૃત્ત એસ.ટી.સી.), સ્વ. રણજિતસિંહ (નિવૃત્ત કે.પી..ટી)ના નાના ભાઈના પત્ની, હરદેવસિંહ (નિવૃત્ત કે.પી.ટી), સુરૂભા (નિવૃત્ત ઈફકો), રાજેન્દ્રસિંહ (નિવૃત એ.એસ.આઈ.)ના ભાભી, યુવરાજસિંહ, હીતેન્દ્રસિંહના માતાસ્વ. રિદ્ધિબા, મીરાબાના સાસુ, અભયસિંહ, ક્રિપાલસિંહ, ભૃગુરાજસિંહ, મનહરસિંહ, મનદીપસિંહ, સંજયસિંહ, મહીપાલસિંહ, કુલદીપસિંહ, નરેન્દ્રસિંહ, જશદીપસિંહના કાકી, ધૈર્યરાજસિંહ, મીતરાજસિંહ, ઉર્વશીબાના દાદી, તા. 02-9-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 4-9-2025ના  ગુરુવારે સાંજે પથી 6 કલાકે  કંડલા કોમ્પલેક્ષ, ક્ષત્રિય સમાજવાડીપ્લોટ નંબર 14, વોર્ડ 5-બી, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળઆદિપુર ખાતે રાખવામાં આવી છે. 

અંજાર : ગં.સ્વ. લલક્ષ્મીબેન રવજીભાઇ સોમેશ્વર (ઉ.વ. 85) તે સ્વ. રવજીભાઇ ગોપાલજીભાઇ સોમેશ્વરના પત્ની, સ્વ. ગોપાલજીભાઇ જેઠાલાલ સોમેશ્વરના પુત્રવધૂ, સ્વ. અનસૂયાબેન, સ્વ. કિશોરભાઇ, કીર્તિભાઇ, મહેશભાઇ, કુસુમબેનના માતા, સ્વ. જયશ્રીબેન કિશોરભાઇ, સ્વ. દિલીપભાઇ વિશનજીભાઇ ઉદવાણીના સાસુ, વિવેક અને કરન (જલારામ કેટરર્સ-અંજાર)ના દાદી, ખુશ્બૂબેન વિવેકભાઇના દાદીસાસુ, જયભાઇ અને રાજના નાની, સ્વ. રાઘવજી કાનજી પૂજારાના પુત્રી, સ્વ. વિશનજીભાઇ, સ્વ. જશોદાબેન, સ્વ. પ્રેમાબેનના બહેન તા. 1-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-9-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

માંડવી : મૂળ મુંદરાના સારસ્વત બ્રાહ્મણ ઘનશ્યામભાઇ હરિલાલભાઇ પંડયા (ઉ.વ. 55) તે અલકાબેનના પતિ, હર્ષિત તથા આરચીના પિતા, પ્રકાશભાઇ કાંતિલાલ સોનપાર (નખત્રાણા)ના જમાઇ તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-9-2025ના બુધવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન ધવલનગર-1, માંડવીથી નીકળશે.

મુંદરા : સમા હાજિયાણી ખતુબાઈ મામદ (ઉ.વ. 71) તે મ. સમા મામદ આમદના પત્ની, અબ્દુલશકુર, લિયાકત, મુસ્તાક (દૂધવાળા), ઝરીનાબેન, ઝુબેદાબેન, જમીલાબેનના માતા, સમા ઇબ્રાહિમ રમજુ, મ. કાસમ રમજુ, સમા હાજીયાણી રોમતબાઈ મામદ, સમા આયસુબાઈ હબીબ, સમા જલુબાઈ હાજીના બહેન, સમા હાજી અબ્દુલ્લાના કાકી, સમા અલીમામદ કારા (સામખિયાળી), ધેધાં હુસૈન સુલેમાન (અંજાર), તુરિયા અલ્તાફ મામદ (અંગિયા)ના સાસુ તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-9-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 જત જમાતખાના, તળાવવાળા નાકા, મુંદરા ખાતે.

કુંદનપર (તા. ભુજ) : રતનબાઈ જાદવા કેરાઈ (ઉ.વ. 65) તે જાદવા વાલજી કેરાઈના પત્ની, સ્વ. કાનજી ખીમજી વેકરિયા (કાકરવાળા-બળદિયા)ના પુત્રી, નારાણ, મનજી, પુરબાઇ દિનેશ પિંડોરિયા (કુંદનપર), પ્રેમિલા મનજી દબાસિયા (કોડકી), વનિતા મિતેષ ગામી (કેરા)ના માતા, કિંજલ, ઝિયા, કુશના દાદી તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-9-2025ના ગુરુવારે સવારે 7.15થી 8 ભાઈઓ માટે ભાઈઓના મંદિર અને બહેનો માટે નિવાસસ્થાન કુંદનપર ખાતે.

ધાણેટી (તા. ભુજ) : ગાવિંદભાઇ બીજલભાઈ માતા (ઉ.વ. 97) તે સ્વ. સરિયાબેનના પતિ, સ્વ. લખમણભાઈ બીજલભાઈ માતાના મોટા ભાઈ, સ્વ. ભીમજીભાઈ, શામજીભાઈ, ફુલાબેન કાનજીભાઈ ડાંગર, ડાઈબેન ભૂરાભાઈ બાલાસરા, રાધાબેન કાનજીભાઈ છાંગાના પિતા, સ્વ. નારણભાઇ લખમણભાઈ, વાલજીભાઈ લખમણભાઈના મોટાબાપા, માવજીભાઈ ભીમજીભાઈ (ભગવાન), સ્વ. કરમણભાઈ ભીમજીભાઈ, ભરતભાઈ શામજીભાઈ, પ્રવીણ શામજીભાઈ, સ્વ. નારણભાઇ શામજીભાઈ, નરેન્દ્ર નારણભાઇ, નિકુલ નારણભાઇ, નિકુલભાઈ વાલજીભાઈ, નવઘણ વાલજીભાઈના દાદા, મેરામણ માવજીભાઈ, કૌશિક કરમણભાઈ, ભાવિક ભરતભાઇ, અનંત ભરતભાઇ, રિવાન પ્રવીણભાઈ, પોરસ નિકુલભાઈના પરદાદા તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર માતાવાસ, વાંગડી વિસ્તાર, ધાણેટી ખાતે.

સલાયા (તા. માંડવી) : શીરૂ અકબર આમદ (ઉ.વ. 39) તે આમદ હાસમના પુત્ર, કાસમ, સુલેમાન, અબ્દુલશકુર, અનવર, સ્વ. જુણસના ભત્રીજા, હાસમ તથા જાવેદના કાકાઇ ભાઇ તા. 25-8-2025ના અવસાન પામ્યા છે.

વ્યાર (તા. નખત્રાણા) : રબારી વેરશીભાઈ મમુભાઈ (ઉ.વ. 67) સ્વ. મમુ વેલાના પુત્ર, ગં.સ્વ. કમુબેનના પતિ, હીરાભાઈ, આશાભાઈ, લખુભાઈ, સોમાભાઈ, મંગલભાઈ, ખીમાભાઈ, હીરૂબેન, ભમુબેનના ભાઈ, હીરાભાઈ, કાયાભાઈ, હરખુબેનના પિતા, વંકા કરમશી (સાંગનારા)ના જમાઈ, રાજા વકા (સાંગનારા)ના બનેવી, વેરશી સુરા (સાંગનારા), ભચ્ચા કરમશી (ભુજોડી)ના સાળા તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-9-2025 સુધી નિવાસસ્થાને.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ નાની વિરાણીના કડવા પાટીદાર ગં.સ્વ. મંજુલાબેન રતનશીભાઇ પોકાર (ઉ.વ. 64) તે સ્વ. રતનશીભાઇ રામજીભાઇ પોકારના પત્ની, દયારામભાઇ, દીપીનભાઇ, દેવચંદભાઇના માતા, વર્ષાબેન, જયશ્રીબેનના સાસુ, શ્લોક, દીપ, કુશ, પવનના દાદી, ગં.સ્વ. ગંગાબેન અરજણ પ્રેમજી પરબતાણી (મોટી વિરાણી)ના પુત્રી, ઉર્મિલાબન જાદવજી પોકાર, ભરતભાઇ, ગોવિંદભાઇ, કિશોરભાઇ, સ્વ. હિંમતલાલના બહેન, હીરાલાલ પ્રેમજી પોકાર, સ્વ. મોહનલાલ, ગોવિંદભાઇ નારણ પોકાર (નાની વિરાણી-ગઢશીશા)ના ભાભી તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-9-2025ના બુધવારે સવારે 8.30થી 11 પાટીદાર સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

સણોસરા (તા. અબડાસા) : મૂળ ભિટારાના માકાણી (રાજગોર) બિપિનચંદ્ર (શંકર મારાજ) (ઉ.વ. 75) તે સ્વ. ધનલક્ષ્મીબેન લક્ષ્મીદાસ રાજગોરના પુત્ર, ગં.સ્વ. સાવિત્રીબેનના પતિ, જયેશ (આચાર્ય, સુખપર કન્યા શાળા-2), અશોક (કચ્છ યુનિ. કલાર્ક), કલ્પનાબેન રાજેશભાઇ નાકર (મંજલ)ના પિતા, રમીલાબેન અને ભગવતીબેન (શિક્ષક, જયનગર પ્રા. શાળા)ના સસરા, ધર્મેશ (તલાટી-ભુજ), ડો. હર્ષ (શ્યામ હોમિયોપેથિક ક્લીનિક-માધાપર), દીપ (ફાર્માસિસ્ટ)ના દાદા, દૃષ્ટિના દાદાજી સસરા, પીયૂષ (મુંદરા), દર્શન (મુંદરા)ના નાના, સ્વ. કલ્યાણજી (બુધિયા મારાજ)ના નાનાભાઇ, સ્વ. ભાનુબેનના દિયર, વર્ષાબેન કાંતિલાલ નાકર (મુંદરા), પ્રીતિબેન કીર્તિકુમાર મોતા (મુંદરા), સ્વ. શારદાબેન, સ્વ. જયશ્રીબેનના કાકા, ગંગારામ ખીમજી નાકર (કોટડા-જ.)ના વેવાઇ, સ્વ. મુરીબાઇ રામજી મોતા (શેખાઇબાગ-ગુંદિયાળી)ના જમાઇ, સ્વ. શંકરજી, અજરામલ, સ્વ. કુંવરજી, કલ્યાણજીના બનેવી, સ્વ. મોંઘીબાઇ, મંજુલાબેન, ગં.સ્વ. લીલાવંતીબેન, નર્મદાબેનના નણદોઇ, લક્ષ્મીબેન રામજી (નાગલપર), પ્રેમિલાબેન ભવાનજી (મિરજાપર), દમયંતીબેન મોહનલાલ (બાગ)ના બનેવી તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 4-9-2025ના ગુરુવારે સાંજે 4.30થી 6 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી, મુંદરા રિલોકેશન સાઇટ, ભુજ ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 4-9-2025ના બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, બિદડા (તા. માંડવી) ખાતે.

નાની વમોટી (તા. અબડાસા) : જાડેજા આનંદબા ખેંગારજી તે જાડેજા ખેંગારજી ભીમજીના પત્ની, જાડેજા પ્રવીણાસિંહ ભીમજી, સ્વ. જાડેજા નટુભા ભીમજીના નાના ભાઈના પત્ની, જાડેજા લાખુભા ભીમજીના ભાભી, જાડેજા કનુભા દેવેન્દ્રાસિંહપ્રાગજીના માતા, જાડેજા અજિતાસિંહ ભાણજીભા, જગદીશાસિંહના કાકીહિંમતાસિંહના મોટાબાધર્મેન્દ્રાસિંહ, ક્રિપાલાસિંહ, સૂર્યદીપાસિંહના દાદી અવસાન પામ્યા છે. ઉતરક્રિયા તા. 13-9-2025ના નિવાસસ્થાને. 

ઘાણીથર (તા. રાપર) : ગંભીરસિંહ જીલુભા જાડેજા (ઉ.વ. 57) તે સંજયસિંહના પિતા, ભોજુભાના નાના ભાઇ, નરવિનસિંહ, સાહેબજી, ઉદુભા, સહદેવસિંહ, અનિરુદ્ધસિંહ, પરેશસિંહ, મુકેશસિંહ, તખતસિંહના કાકાઇ ભાઇ, ધીરુભા વેલુભા વાઘેલા (બેલા)ના જમાઇ, હમીરજી ભીમજી વાઘેલા (મઢુત્રા)ના ભાણેજ અવસાન પામ્યા છે. બેસણું તા. 8-9-2025ના સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા. 12-9-2025ના શુક્રવારે નિવાસસ્થાને ઘાણીથર ખાતે.

મુંબઇ : મૂળ કાઠડાના કુમારપુરી જયરાજપુરી ગોસ્વામી (ઉ.વ. 36) તે જાનકીબેનના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન કરસનપુરી અને ગં.સ્વ. ગુણવંતીબેન દેવપુરીના પૌત્ર, દીક્ષિતાબેનના પતિ, ભરતપુરી, ધીરેનપુરી, જયેશપુરી, અમિતપુરીના ભાઇ, સ્વ. તુલસાબેન કલ્યાણગર ડુંગરગર (કોઠારા)ના દોહિત્ર, ગં.સ્વ. ભગવતીબેન બાલગિરિ (માંડવી)ના જમાઇ તા. 1-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

Panchang

dd