• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : લાખા અબ્દુલ સત્તાર (ઉ.વ.42)  તે મ. જુસબ આદમ લાખાના પુત્ર, અ.ગની ઉર્ફે બાવાડો, મ. અ.રઝાક ઉર્ફે રજુડો, અબ્દુલ ઉર્ફ અધિયોના ભત્રીજા, સલીમ, મામદ, ઈલિયાસ ઉર્ફ અલાભા, ઉમરના ભાઈ તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ- જિયારત તા. 07-09-2025ના સવારે 10થી 11, નિવાસસ્થાન ભીડ નાકા બહાર, આઝાદ નગર ઈમામના ઓટા પાસે, ભુજ ખાતે.  

ગાંધીધામ : મૂળ આરીખાણાના હાલે કરાચી (પાકિસ્તાન)ના દેવશી વલુ કન્નર (ઉ.વ. 84) તે સ્વ. જીવાબાઈ વલુ અભા કન્નરના પુત્ર, સ્વ. રાજબાઈના પતિ, સ્વ. કેસરબાઈ સુમાર બળિયા (મોથાળા)ના જમાઈ, સ્વ. ખેતબાઈ, સ્વ. લાડબાઈ, સ્વ. તેજબાઈ, સ્વ. રાણબાઈ, સ્વ. મુલબાઈ, સ્વ. પેરાજ, સ્વ. સુમારના ભાઈ, દેવરાજ ભુલા ગડણ, સ્વ. જેઠાભાઈ ધેડા, સ્વ. નાગશી, સ્વ. દેવરાજ, સ્વ. ખેંગાર, સ્વ. આસમલના સાળા, સ્વ. ડાડા ભગત માયા કન્નરના ભત્રીજા તા. 31-8-2025ના કરાચી ખાતે અવસાન પામ્યા છે. સાદડી (શિયાકો) તા. 7-9-2025ના રવિવારે સવારે 9.30થી 10.30 મકાન નં. 624, જગજીવન નગર, ખેરાજ ડાડા કન્નરના નિવાસસ્થાને, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ ગઢશીશાના ઠક્કર ગં.સ્વ. વિમળાબેન પરસોત્તમ પૂંજાણી (ઉ.વ. 81) તે સ્વ. દેવચંદભાઇ લાલજીભાઇના પુત્રવધૂ, સ્વ. પુષ્પાબેન કુંવરજીભાઇ, સ્વ. હર્ષાબેન જમનાદાસભાઇ, સ્વ. ધનલક્ષ્મીબેન પ્રાગજી પોપટ, સ્વ. મણિબેન જેઠાલાલ થોભરાણી, સ્વ. શાંતાબેન શિવજી બારૂ, સ્વ. લક્ષ્મીબેન કલ્યાણજી કોટક, સ્વ. પ્રવીણાબેન પ્રતાપસિંહ ટોડાઇના ભાભી, સરિતાબેન વિજયભાઇ દખ્ખલ, જ્યોતિબેન દેવેશ ચંદે, નિતેશ (એકમે કોમ્પ્યુટર્સ), સ્વ. રોમેશના માતા, નેહાના સાસુ, પલ્લવી હરીશ (અજંતા આર્ટસ સ્ટુડિયો), ક્રિષ્ના કમલેશ, જિજ્ઞા યજ્ઞેશના કાકીજી, સ્વ. આણંદજી મૂળજી ચંદન (રવાપર)ના પુત્રી, સ્વ. બાબુભાઇ, સ્વ. શંકરલાલ, સ્વ. વસંતભાઇ, નરોત્તમભાઇ, સ્વ. ગોમતીબેન જેઠમલ આઇયા, સ્વ. શાંતાબેન ભીમજી કારિયા, સ્વ. સરસ્વતીબેન છગનલાલ રાચ્છ, સ્વ. લક્ષ્મીબેન રણછોડલાલ કારિયાના બહેન, રજત, ધ્રુવ, ભાવિકા, ધ્રુપદ, જિગર, તન્વી, વરૂણના દાદી, સોનલ, સચિન, અંકિતા, નિકુંજ, ડિમ્પલ, પુનિતના નાની તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સરકારી પ્રા. શાળા પાછળ, આદિપુર ખાતે.

મુંદરા : ખારવા જેશીંગ નરશીભાઈ કોટિયા (ઉ.વ. 67) તે સ્વ. મધુબેન (કારીબેન)  અને સ્વ. ઉષાબેનના પતિ, સ્વ. પાંચીબેન નરશીભાઈ કોટિયાના પુત્ર, યોગેશભાઈ, જિતેશભાઈ, સુનીતાબેન, રોનિકાબેનના પિતા, હરિભાઈ, નવીનભાઈ, અનસૂયાબેન, રાજેશભાઈ, રવજીભાઈ ઝાલાના ભાઈ, પારુબેન, રાધિકાબેન, શ્યામભાઈ કષ્ટા, ચિરાગભાઈ પરમારના સસરા, જીત, ખુશ, વિન્સ, યશ્વીના દાદા, રિશિતા, હિત, રુદ્રના નાના, સ્વ. લીલાબેન શંકરભાઈ શેરાજીના જમાઈ, સ્વ. જેઠાલાલભાઈ, ખીમજીભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, મધુબેન, રસીલાબેન, ઈલાબેનના બનેવી, પીયૂષભાઈ પરમાર (માધાપર), શ્વેતાબેન ફોફીંડી (માંડવી)ના દાદા સસરા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન), મુંદરા ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : શાંતાબેન ધનજી રામાણી (ઉ.વ. 78) તે સ્વ. ધનજી દેવજી રામાણીના પત્ની, સ્વ. દિલીપભાઈ, રાજુભાઈ (ભજનિક), સ્વ. જેન્તીભાઇ (જે.ડી.)ના માતા, સ્વ. બેચરલાલભાઈ, સ્વ. મોંઘીબેન (રંગીનપુરા), ગંગાબેન (મહેસાણા), શાંતાબેન (આણંદસર), પુષ્પાબેન (ભુજ), રમીલાબેન (કોટડા ચ.), જયશ્રીબેન (રાજપર), નિમુબેન (માનકૂવા), ગંગારામભાઈ (ગાયત્રી હાર્ડવેર-ભુજ)ના ભાભી, સરલાબેન, નીતાબેનના સાસુ, કલ્પેશ, મનોજના મોટાબા, તેજલબેનના મોટા સાસુ, પ્રિન્સીબેન (અમદાવાદ), સૌરભ, ઉદય, જીનલ (મુંબઈ), આર્યનના દાદી, સ્વ. લખમશી પ્રેમજી, સ્વ. હરજી શિવદાસના ભાઈના પત્ની, સ્વ. હીરજી માવજી ચૌહાણ (આણંદસર-મંજલ)ના પુત્રી, સ્વ. લધાભાઈ, સ્વ. ધનજીભાઇ, સ્વ. બાબુભાઈ, સ્વ. અમૃતભાઈ, મગનભાઈ, રમણભાઈ (ભુજ), સ્વ. ભચીબેન, મણિબેન, મોંઘીબેન, દમયંતીબેન (દેશલપર)ના બહેન તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-25ના રવિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

રાયધણપર (તા. ભુજ) : રાધુભાઇ મૂળજીભાઇ બરાડિયા (ઉ.વ. 72) તે હીરાભાઇ, રમેશભાઇ, દેવીબેન, કુંવરબેન, જશુબેનના પિતા, સ્વ. ખેંગારભાઇ, મોહનભાઇ, ચંદુભાઇના ભાઇ, રાહુલ, દીપક, પ્રિતના દાદા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.

મખણા (તા. ભુજ) : પાર્વતીબેન પરષોત્તમગર ગોસ્વામી (ઉ.વ. 95) તે સ્વ. પરષોત્તમગરના પત્ની, માધવગર, સ્વ. નારણગર, લેરગર, જાલમગર, ભીમગર, હરિગર, મોહનગર, મંજુલાબેનના માતા, મુલગર, વનિતાબેન, કમળાબેન, પુષ્પાબેન, લીલાબેન, હંસાબેન, મંજુલાબેન, કમળાબેનના સાસુ, પ્રવીણ, નવીન, સંજય, જ્ઞાન, સંદિપ, દિશાંત, અક્ષય, ભાવના, જ્યોતિ, ગીતા, જાગૃતિ, ઉર્વિ, ક્રિષ્નાના દાદી, રમણિકભાઈ, અશ્વિનભાઈના નાની, બિંદિયાબેન, મનીષાબેનના નાનીસાસુ, ડાઈબેન કલ્યાણગિરિ (નાના રેહા)ના પુત્રી, સ્વ. ભીખાગર, સ્વ. બાબુગરના બહેન, કલાવંતીબેન, સ્વ. મંગલગર, સ્વ. કમળાબેન, સ્વ. જેરામગર, સ્વ. સાવિત્રીબેન, સ્વ. હિરાગર, હીરૂબેનના ભાભી, મંજુબેન, મોહનગર, ગૌરીગરના મોટીમા તા. 5-9-2025ના અવસાન પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન મખણા ખાતે.

મોટા રેહા (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. મનસુખ (ઉ.વ. 57) તે સ્વ. કંકુબેન તથા સ્વ. પ્રાગજી લાલજી ટાંકના પુત્ર, વિમળાબેન, પ્રભુલાલ (અંજાર), કમળાબેન, દમયંતીબેન, બિહારીલાલ, નટવરલાલ, ચંદ્રિકાબેનના ભાઇ, ભાવનાબેનના દિયર, સ્વ. કાશીબેન રઘુ લીરા ચૌહાણ (નાગોર)ના દોહિત્ર, સ્વ. જમનાબેન જીવરામ ચૌહાણ (ત્રિચિનાપલ્લી), દેવુબેન કાંતિભાઇ પરમાર (કુકમા), ગૌરીબેન ધનજી પરમાર (કુકમા)ના ભાણેજ, સ્વ. નરેન્દ્રભાઇ યાદવ, સ્વ. જગદીશભાઇ ચૌહાણ, સ્વ. લુકેન્દ્રભાઇ પરમારના સાળા, કુલદીપ તથા મોનિકાના કાકા, પારૂલ, દક્ષા, મિશાલ, નૂતન, નિરંજન, પ્રીતિના મામા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-9-2025ના સાંજે 4.30થી 5.30 હીરજીભાઇ ખીમજી ચૌહાણ સમાજભવન, રેહા ખાતે.

મંજલ-હમલા (તા. માંડવી) : જાડેજા વનરાજસિંહ ખાનજી તે જાડેજા ઉપેન્દ્રસિંહના પિતા, સ્વ. ખાનજી દેવાજીના પુત્ર, જાડેજા રણજિતસિંહ, તખુભા, મહિપતસિંહ, જીતુભા, મહેન્દ્રસિંહના ભાઇ, જાડેજા જયદીપસિંહ, અશોકસિંહ, શક્તિસિંહના કાકા, જાડેજા મયૂરસિંહ, પરીક્ષિતસિંહ, કરમદીપસિંહ, જયપાલસિંહ, કરણસિંહના બાપુજી, અક્ષરાજસિંહ, ક્રિષ્ણરાજસિંહના દાદા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-9-2025ના સોમવારે નિવાસસ્થાને.

તલવાણા (તા. માંડવી) : થેબા હાજી દાઉદ મામદ (ઉ.વ. 85)  તે મ. જુસબ, ગુલામહુશેન (મામા), રફીકના પિતા, ઈમરાન, ઈરફાન, સોહિલ, મોહસીન, અસલમ, અનીષના દાદા, સમેજા રમજુ મુસા, સમેજા અબ્બાસ ઓસમાણ, થેબા હારૂન મલુકના સસરા, થેબા સુલેમાન ઈશાકના જમાઈ તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-9-2025ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન તલવાણા ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : રંજનબેન શિવજીભાઈ ભદ્રેશા (ઉ.વ. 58) તે શિવજીભાઈ રામજીભાઈ ભદ્રેશાના પત્ની, સ્વ. રામજી દામજી ભદ્રેશાના પુત્રવધૂ, સ્વ. મનુભાઈ નારણ કષ્ટાના પુત્રી, સ્વ. મુરજીભાઈ, સ્વ. આણંદભાઈ, સ્વ. જેરામભાઈ, કાનજીભાઈ, સ્વ. જયાબેન જેરામભાઈ, ભાનુબેનના ભાભી, સ્વ. લક્ષ્મીબેન, જશીબેનના દેરાણી, મીનાબેન, માલુબેનના જેઠાણી, સ્વ. વિશ્રામભાઈ, સ્વ. ઠાકરશીભાઈ, અજિતભાઈ, સવિતાબેનના બહેન, મધુબેન, વિજ્યાબેનના નણંદ, મહેશ, પૂનમ, ગિરીશ, વિવેક, ભાવિક, અવનીના કાકી, મનીષા, પૂજાના કાકી સાસુ, શોભના, કિશોર, કિરણ, પારસ, હર્ષિદા, વિરલ, ધારાના ફઈ, ગીતા, પ્રફુલ્લા, શંકર, હરેશ, જયેશના મામી, વિયાંશી, શિવ, પ્રગતિના દાદી તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાંજે  4થી 5 સાગરવાડી, મોટા સલાયા (તા. માંડવી) ખાતે.

શિરાચા (તા. મુંદરા) : તખુબા દેવાજી ચૌહાણ (ઉ.વ. 107) તે સ્વ. સુરતાજી, હરિસંગજી, રામસંગજી, સ્વ. ભીમજીના માતા, સ્વ. જીતુભા હરિસંગજી, ગુલાબસિંહ, દિલુભા, મહેન્દ્રસિંહ, અરવિંદસિંહ, મહિપતસિંહ, દશરથસિંહ, બબુભા ભચુભા, સુરુભા નરસંગજી, મહિપતસિંહ મનુભાના દાદી, સંજયસિંહ, શક્તિસિંહ, હિમ્મતસિંહ, રાજેન્દ્રસિંહ બબુભા, મહાવીરસિંહ, જિગરસિંહ, જયરાજસિંહ, રૂતુરાજસિંહ, રાજપાલસિંહ, કાવ્યરાજસિંહ, જયદીપસિંહ, દિગ્વિજયસિંહ, વિશ્વરાજસિંહ, ભરતસિંહ, સંગ્રામજીના પરદાદી તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર હાજિયાણી જેલાબાઈ ઇબ્રાહિમ (ઉ.વ. 95) તે મામદ ઇબ્રાહિમ (પ્રમુખ નેત્રા મુસ્લિમ સમાજ), મ. મામદ હુસેનના માતા, હાજી મુશા મામદ (કોઠારા), મ. હાજી સુલેમાન (કોઠારા), મ. ઈલિયાસ (કોઠારા), મ. હાજી આમદ (કોઠારા)ના બહેન, જમીલ, સિરાઝના દાદી તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-9-2025ના રવિવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ મસ્જિદ ગ્રાઉન્ડ, નેત્રા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે બેંગ્લોર કડવા પાટીદાર પાર્વતીબેન અખિયાણી (નાકરાણી) (ઉ.વ. 71) તે સ્વ. લાલજીભાઇ અરજણના પત્ની, સ્વ. હીરાભાઇ, દેવજીભાઇ (ગોવા), વસંતબેન (મગરા, વે.બંગાલ)ના ભાભી, દિનેશભાઇ અને જિજ્ઞાબેન (નેલમંગલા)ના માતા, કિશન અને યુગના દાદી, રમણીકભાઇ, મગનભાઇ, ઘનશ્યામના કાકી, મહેન્દ્ર, પ્રવીણ, મુકેશ (ગોવા), મંગળાબેન (દેવપર)ના મોટીમા, પ્રભુદાસભાઇ અને જેન્તીભાઇ નાનજી લિંબાણી (દેવીસર)ના બહેન તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 7-9-2025ના રવિવારે સવારે 8.30થી 10.30 વિરાણી મોટી પાટીદાર સમાજવાડી ખાતે.

નાની વમોટી (તા. અબડાસા) : જાડેજા હરિસંગ કુંભાજી (ઉ.વ. 82) તે જાડેજા ગંભીરાસિંહ કુંભાજી, જાડેજા રણજિતાસિંહ ખેતુભાના મોટા ભાઈ, જાડેજા જોરુભા ભાવસંગજીના કાકા, જાડેજા ભગવતાસિંહ, જાડેજા મહેન્દ્રાસિંહ (સરપંચ), જાડેજા કિશોરાસિંહના મોટાબાપુ, જાડેજા ઇન્દ્રાસિંહ, પ્રદ્યુમનાસિંહ, વિશ્વરાજાસિંહ, પાર્થરાજાસિંહ, અંશરાજાસિંહ, કર્મરાજાસિંહ, જયદીપાસિંહ, વીરભદ્રાસિંહના દાદા તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને વમોટી નાની ખાતે. ઉત્તરક્રિયા તા. 15-9-2025ના સોમવારે.

મઢુત્રા (તા. રાપર) : નરભેગિરિ બાબુગિરિ ગોસ્વામી (ઉ.વ. 58) તે માયાબેનના પતિ, બાબુગિરિ ભૂરાગિરિ તથા ગં.સ્વ. મટુબેનના પુત્ર, સ્વ. ખીમગિરિ (સુખપર), સ્વ. હરિગિરિ (રાપર), ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. દિવાળીબેનના ભત્રીજા, તુલસીગિરિ, ગોવિંદગિરિ, નારાણગિરિ, સ્વ. જયેશગિરિ, ગં.સ્વ. રેવાબેન તુલસીગિરિ (દાત્રાણા), ગં.સ્વ. સવિતાબેન હરિગિરિ (રાપર), સ્વ. હીરાબેન હરદેવગિરિ (ખેંગારપર)ના ભાઇ, રાજેશગિરિ, જયેન્દ્રગિરિ, હેતલબેન કિશોરગિરિ (રાપર), કાજલબેનના પિતા, પ્રભાબેન તુલસીગિરિ, મંજુલાબેન ગોવિંદગિરિના દિયર, મંજુલાબેન નારાણગિરિ, સંધ્યાબેન અમૃતગિરિ, ઉમાબેન ભરતગિરિના જેઠ, વૈકુંઠગિરિ, રમેશગિરિ, પ્રવીણગિરિ, વિશાલગિરિ, પ્રહલાદગિરિ, રમીલાબેન સતીષગિરિ (અદગામ), ગીતાબેન વિજયગિરિ (દાત્રાણા), ટીનાબેન દીપકગિરિ (રાપર), ભાવનાબેનના કાકા, રાહુલગિરિ, રાજેશગિરિ, ચિરાગગિરિ, જયદીપગિરિના મોટાબાપા, ગવરીગિરિ, દશરથગિરિ, અમૃતગિરિ, ભરતગિરિ, બકુલગિરિ, સ્વ. કાંતાબેન રતનભારથી (વૌવા), ગવરીબેન ભરતનાથ (મોડા), ઉર્મિલાબેન પીયૂષગિરિ (ખેંગારપર), મિત્તલબેન ભરતગિરિ (ઉમૈયા)ના કાકાઇ ભાઇ, ગીતાબેન વૈકુંઠગિરિ (રાપર), હેતલબેન રમેશગિરિ (ગાંધીધામ)ના કાકાજી સસરા, સ્વ. કૈલાશગિરિ જ્ઞાનગિરિ તથા ગં.સ્વ. ગલાલબેન (ખેંગારપર)ના જમાઇ, પીયૂષગિરિ, પ્રકાશગિરિના બનેવી તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તથા પૂજન જાગ તા. 11-9-2025ના ગુરુવારે નિવાસસ્થાન મઢુત્રા ખાતે.

રાજકોટ : ચંપાબેન દલસુખભાઇ ચતવાણી તે દલસુખભાઇના પત્ની, શૈલેશભાઇના માતા, હાર્દિક તથા પ્રશાંતના દાદી, જેષ્ટારામભાઇ, દિલીપભાઇ, અશોકભાઇના ભાભી, સ્વ. વ્રજલાલ કાનજીભાઇ કોટકના બહેન તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાંજે 5 વાગ્યે કષ્ટભંજન મહાદેવ મંદિર, સિંચાઇ નગર, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ : મૂળ કચ્છ-મઉં મોટીના રમેશભાઇ મજેઠિયા (ઉ.વ. 74) તે સ્વ. જશોદાબેન રવજીભાઇ મજેઠિયાના પુત્ર, મંજુલાબેનના પતિ, શૈલેશ, હિતેશ, હિનાબેન રાજેશકુમારના પિતા, દામજીભાઇ હેમરાજભાઇ, સ્વ. અરવિંદભાઇ, ભાનુબેન લીલાધર, હરેશભાઇના ભાઇ, પૂર્ણિમાબેન, નયનાબેન, શારદાબેન, સપનાબેન, બિંદુબેનના જેઠ, સ્વ. ચાગબાઇ દેવજી ભીન્ડે (વાડાપદ્ધર)ના જમાઇ, ચેરિલ, વિઆન, માયરાના દાદા, આયુષીના નાના તા. 5-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-9-2025ના સવારે 10.30થી 12 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd