• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : શોભનાબેન મનસુખલાલ સોલંકી (ઉ.વ. 86) તે પુરુષોત્તમ ગાંગજી (દુધઇવાળા)ના પુત્રવધૂ, કાનજી દેવજી બગ્ગા (મોરબી)ના પુત્રી, ભાવનાબેનના માતા, ભરતભાઇ ગોરધનભાઇ બારમેડાના સાસુ, શાંતિલાલ, લલિતભાઇના ભાભી, વિજય, ચંદ્રેશ, હર્ષદના ભાભુ, રોબિન, માર્શલના નાની, પૂજા, હેતલના નાનીજી, કિશોરભાઇ, મનહરભાઇ, જગદીશભાઇ, રંજનબેન, ભારતીબેનના બહેન તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 6-9-2025ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ અંજારના કસ્તૂરબેન ગોપાલભાઇ પુરબિયા (ઉ.વ. 62) તે ડાયા જેરામ પુરબિયાના પુત્રવધૂ, અરવિંદ જેઠા પુરબિયાના ભાભી, અનિલ, જગદીશ, પ્રીતિના માતા, સાવિત્રીબેન અનિલ, સાવિત્રીબેન જગદીશ, ભરત મોહન મકવાણાના સાસુ, ધ્રુવ, નીલના દાદી, સ્વ. નારણ કુકા સોલંકીના પુત્રી, સામજી કુકા સોલંકીના ભત્રીજી, રમેશ નારણ સોલંકી, ચંદ્રકાન્ત નારણ સોલંકી, હિતેશ શામજી સોલંકી, ધવલ શામજી સોલંકી, બાબુ રામજી સોલંકી, રમેશ રામજી સોલંકીના બહેન, મહેન્દ્ર રમેશ સોલંકી, જિતેન્દ્ર રમેશ, રાજેશ બાબુ, ભરત રમેશ, કનૈયા રમેશ, પ્રભાત રમેશ, ડેનિસ ગોવિંદ, જિજ્ઞેશ ચંદ્રકાન્ત, જયેશ ગોવિંદ, મયૂર ચંદ્રકાન્ત, દૃશ્યમ હિતેશ, જુગલ હિતેશના ફઇ તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. બારસની ક્રિયા તા. 11-9-2025ના ગુરુવારે નિવાસસ્થાન અંજલિનગર, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. નિર્મળાબેન (બબીબેન) પ્રભુદાસ મિત્રી (ઉ.વ. 75) (ખેતાણી સલાટ) તે સ્વ. શંભુલાલના ભાઇના પત્ની, લક્ષ્મીબેનના દેરાણી, સ્વ. માણેકબેન મોહનલાલ ભોજાના પુત્રી, સ્વ. કાન્તાબેન કિશનલાલના ભાભી, સ્વ. પ્રવીણા, કુસુમુ, ભૂમિકા (માંડવી), હરેશ, ભાવેશ, બળદેવના માતા, પુષ્પાબેન, જયશ્રી, મંજુલા, સ્વ. અરવિંદના કાકી, વર્ષા, જ્યોતિ, દીપિકા, સ્વ. દીપક (મુંબઇ), રમેશ વાસાણી, ગિરીશ કુકડિયાના સાસુ, વિવેક, કુશલ, દિયા, ધ્રુવિષા, નવ્યા, રુહી, ધ્રુતિ, યશ્વિકાના દાદી, પાર્થ વાસાણીના દાદીસાસુ, પુનિતા, શ્રદ્ધા, નીકિતા, યજ્ઞેશ, જિજ્ઞેશ (મુંબઇ), રાજવી, રિશી, અક્ષતના નાની, સ્વ. દયારામ, સ્વ. ધનજીભાઇ, સ્વ. નાનાલાલ, પુરુષોત્તમ, નારણદાસ, સ્વ. કાંતિલાલ, દીપક, સ્વ. ગોદાવરીબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. શાંતાબેન, સ્વ. કમળાબેન, સ્વ. દમયંતીબેનના બહેન, સ્વ. ઝવેરબેન, સ્વ. નિર્મલા, પ્રભાબેન, લીલાબેન, કાન્તાબેન, સ્વ. જયશ્રીબેન, ડિમ્પલબેનના નણંદ તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2025ના શુક્રવારે સાંજે 5થી 6 સલાટ વાડી, દાંડીવાળા હનુમાન મંદિર પાસે, ભીડ નાકા, ભુજ ખાતે.

ભુજ : મૂળ અંજારના અમદાવાદ નિવાસી રેખાબેન ધરમશી અનમ (ઉ.વ. 69) તે ધરમશી તુલસીદાસ અનમના પત્ની, સ્વ. સાકરબેન તુલસીદાસ અનમના પુત્રવધૂ, સ્વ. કાંતાબેન કરશનદાસ ગજરિયા (અંજાર)ના પુત્રી, સ્વ. પરેશ, મિતેષના માતા, હેતલ, નિશાના સાસુ, ફ્રેયા, પર્લ, વિવાન, કિમાયાના દાદી, સ્વ. નરોત્તમભાઇ (હોટેલ અનમ-ભુજ), સ્વ. ભગવાનભાઇ, સ્વ. વિઠ્ઠલદાસભાઇ (ગાંધીધામ)ના નાના ભાઇના પત્ની, ઇન્દુમતીબેન, સ્વ. હંસાબેન, ચંપાબેનના દેરાણી, સ્વ. નીલેશ, જયેશ, વિપુલ, રાજેશ, કૈલાશના કાકી તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.)

આદિપુર : મૂળ ગઢશીશાના ઠક્કર વિમળાબેન પરસોત્તમભાઇ પૂંજાણી (ઉ.વ. 81) તે નિતેશ (એકમે કોમ્પ્યુટર)ના માતા, નેહાના સાસુ, હરીશ ઠક્કર (અજંતા આર્ટસ)ના કાકી, પલ્લવીના કાકીસાસુ, રજત, ધ્રુવના દાદી તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-9-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ટીડીએક્સ 1/2, બારવાળી, આદિપુર ખાતેથી નીકળશે.

માંડવી : મૂળ કાઠડાના હાલે ડોમ્બિવલી (મુંબઇ) કુમારપુરી (ઉ.વ. 35) તે ગોસ્વામી જાનકીબેન જયરાજપુરીના પુત્ર, દીક્ષિતાબેનના પતિ, અમિતપુરીના ભાઈ, સ્વ. લક્ષ્મીબેન કરસનપુરીના પૌત્ર, ગં.સ્વ. ભગવતીબેન બાલગિરિ (માંડવી), ગુણવંતીબેન પ્રતાપગિરિ, ગં.સ્વ. ગીતાબેન તુલસીગિરિ, ભારતીબેન દિનેશગિરિના જમાઈ, સરોજબેન વસંતભારથી, હેતલબેન અમિતગિરિ, ભાવનાબેન રમણીકપુરી, ભારતીબેન કાનપુરી, જ્યોતિબેન હિરેનગિરિ, તરૂણગિરિ, ચિરાગગિરિ, નીરવગિરિના જમાઈ/બનેવી, અશ્મી, પ્રમંથગિરિ, કલ્યાણી, હેતાંશીના ફુઆ, રિદ્ધિ, રોનક, જેની, આર્વી, હર્ષ, મીત, નીતિના માસા તા. 1-9-2025ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાજે 4થી 6 બ્રહ્મપુરી, નવા નાકા પાસે, માંડવી ખાતે.

માંડવી : સોની કિશોરભાઇ લાલજીભાઇ ચલ્લા (ઉ.વ. 57) (મોટી ખાખરવાળા) તે સ્વ. ગોદાવરીબેન લાલજીભાઇના પુત્ર તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-9-2025ના શુક્રવારે બપોરે 12.30 વાગ્યે નિવાસસ્થાન નિત્યાનંદ બાબાવાડી, માંડવીથી નીકળશે.

માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ કમોદચંદ્ર વ્યાસ (ઉ.વ. 93) તે સ્વ. લીલાવંતીબેનના પતિ, સ્વ. ગૌરીબેન પ્રેમજી વ્યાસના પુત્ર, સ્વ. રુક્ષ્મણિબેન મણિશંકર જાની (સિલોન)ના જમાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. વલ્લભભાઇ, સ્વ. જેઠાલાલ, સ્વ. ગુણવંતીબેન ધનસુખલાલ અધિકારીના ભાઇ, પ્રદીપ, ધર્મેન્દ્ર, સંજય, સમીરના પિતા, સીમાબેન, ટીનાબેનના સસરા, ઉત્સવ, ખુશાલી આનંદ ધાયાણી, ઉર્મિના દાદા, સ્વ. નિર્મળાબેન કાંતિલાલ પંડયા (ભુજ), સ્વ. ચંદ્રિકાબેન શશિકાંત વ્યાસ (મુંબઇ), સ્વ. વસંતભાઇ (વડોદરા), સ્વ. નવીનભાઇ (નારાયણ સરોવર)ના બનેવી, અંશ, અંશીના પરનાના તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.

મુંદરા : મૂળ રવાના દામજીભાઈ કુંવરજી બાપટ (ઉ.વ. 75) તે નિરૂપમાબેનના પતિ, કિરણ, સ્વ. બિરેન, ઈલા કપિલકુમાર આચાર્યના પિતા, કલ્પનાબેન, હર્ષાબેનના સસરા, જયશંકરભાઈ, કલ્યાણજીભાઈ, મનસુખભાઈ, સ્વ. અનસૂયાબેન પ્રાણશંકર ભટ્ટ, નિર્મલાબેન રમેશભાઈ છત્રે, રમાબેન પ્રભુલાલ રાસ્તે, પદ્માબેન કિશોરભાઈ કાનડેના ભાઈ, મયૂર, ધર્મેશ, મનીષા, રેખા, રુચિતા, અમિતના મોટાબાપા, સ્વ. રવિલાલ ગાવિંદજી આચાર્યના જમાઈ, યશ, કુશ, વેદાંશી, દેવસ્યના દાદા, જીયા, ધાર્મિક, દિશાંતના નાના તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2025ના સાંજે 4થી 5 દરજી સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ જામનગરના કોમલ પ્રવીણભાઇ ભૂત (સોની) (ઉ.વ. 34) તે સ્વ. પ્રવીણભાઇ તથા સ્વ. ભાનુબેન ભૂતના પુત્રી, અમિત, રાજેશ, ભાવિક, સ્વ. શનિના બહેન, સ્વ. જયંતીલાલ, સ્વ. મગનલાલ, સ્વ. રસિકલાલ, શાંતિલાલ, મહેશ, શરદ, સ્વ. હંસાબેનના ભાણેજી, સ્વ. લલિતચંદ્ર, સ્વ. ધીરજલાલ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. દિલીપભાઇના ભત્રીજી તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2025ના શુક્રવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : હારુન આદમ હિંગોરજા (ઉ.વ. 63) તે ફકીરમામદ, હુશેન ઓસમાણના ભાઇ, ઇસ્માઇલ અલીમામદ, ઉમર, મુબારક મામદ (બાયડ), ગનીમામદ, ઉમર ઓસમાણ હિંગોરજા, ઇલિયાસ અલારખા મકવાણાના સાળા, અબ્દુલ રજાક, ફકીરમામદ, ઇભરાઇમ, અબ્દુલ, ગુલામ સમેજાના કાકા તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-9-2025ના શનિવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, દહીંસરા ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : મહેશ્વરી દેવલબેન ખીમજીભાઇ (ઉ.વ. 71) તે સ્વ. ખીમજીભાઇ જીવણના પત્ની, નારાણભાઇ, અરજણભાઇ (છકડાવાળા), ડાહીબેન માવજી કોચરા (પાલનપુર-બાડી), તેજબાઇ બુદ્ધાભાઇ દેવરિયા (ભારાપર)ના માતા, સ્વ. માનબાઇ વાલજીભાઇ સુમાર ધુવા (ખારડિયા)ના પુત્રી, સ્વ. લધુભાઇ, કાંયાભાઇ, વાઘજીભાઇના બહેન, ધરમશીભાઇ, દેવજીભાઇ, સ્વ. દામજીભાઇ, કાનજીભાઇ, સામજીભાઇ, આલણભાઇના કાકી, સવિતાબેન પરેશભાઇ આયડી (માધાપર), શિવજીભાઇ, સવિતાબેન, સુરેશભાઇ, રોહિતભાઇના દાદી, હીરજીભાઇ, નારાણભાઇ, સ્વ. કેશાભાઇ, જેઠાભાઇ દેવજીભાઇ માતંગ (ઝુરા)ના મામી તા. 1-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું મહેશ્વરી સમાજવાડી, સુમરાસર-શેખ ખાતે.

ભુજોડી (તા. ભુજ) : રબારી મોંઘુબેન (ઉ.વ. 20) તે સોમાભાઇ (જગાભાઇ) લખમીરભાઇના પુત્રી, સ્વ. લખમીર જલા, ભીમા જલા, પબા જલાના પૌત્રી, કાનાભાઇ, સોનુબેન, સોનાભાઇના બહેન, રાજુબેન રાજાભાઇ (મોમાયમોરા), ભીમાભાઇ, વેરશીભાઇ, પાલુબેન અનિલભાઇ (નખત્રાણા)ના ભત્રીજી તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભુજોડી ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : લખુભાઈ દેવાભાઈ આહીર  તે સ્વ. દેવાભાઈ જેસાભાઈના પુત્ર, કાનાભાઈ, માદાભાઈ, સામતભાઈના ભાઈ, રાજેશ, મયૂરના પિતા, કલ્પેશ, રમેશના કાકા, વિનયના મોટાબાપા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-9-2025ના સવારે 10થી 12 આહીર સમાજવાડી, મોટા બંદરા ખાતે.

કેરા (તા. ભુજ) : કુંભાર હાજી રમજાન ફકીરમામદ (ઉ.વ. 68) તે હાજી હારૂન, મ. જુસબના ભાઈ, મ. અબ્દુલ તથા અનવરના પિતા, અબ્દુલ રઝાકના મોટાબાપા, ઇશાક અબદ્રેમાન અને ઈબ્રાહિમ (નારણપર)ના બનેવી, હાજી આમદ (ખાખર)ના માસા, અબ્બાસ હસણિયા (ભુજ), મજીદ (મુંદરા), ડો. રમજાન હસણિયાસાહેબ, સલીમ (ભારાપર)ના સસરા, નૌશાદ હસણિયા, પરવેજ, ઝુબેર, રિઝવાન, સાહિલ, મોઇનના નાનાસોહીલ તથા અબ્દુલના દાદા તા. 2-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-9-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કેરા ખાતે.

બળદિયા (તા. ભુજ) : મેમણ ઇસ્માઇલ જુમા તે કાસમ જુમા, મ. હુશેન જુમાના ભાઇ, ગની જુસા મમણના કાકાઇ ભાઇ, મમણ રમજાન, રફીકના પિતા, નૂરમામદ, હનીફ, અસગર, સલીમ, એકબાલના મોટાબાપા, સિરાજ, સોહિલ, સાહિરના દાદા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-9- 2025ના શનિવારે સવારે 10થી 11 બળદિયા મદરેસા ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : સમેજા આદમ ઈબ્રાહિમ (ઉ.વ. 51) તે સમેજા આદિલના પિતા, સમેજા સુલેમાન, સલીમ, અજુ હુશેનના ભાઈ, મ. અબ્દુલ મામદ અને જુસબ મામદના કાકાઈ ભાઈ, ગની અને અકબરના કાકા, ઉઠાર ઈસ્માઈલના જમાઈ, ધ્રુઈયા જુમા હુશેન (મુંદરા)ના વેવાઈ તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-9-2025ના શનિવારે સવારે 9.30થી 10.30 વાઘેર મસ્જિદ, ગુંદિયાળી ખાતે.

વેડહાર મોટી (તા. નખત્રાણા) : આંબુબા ખીમજી સોઢા (ઉ.વ. 92) તે સ્વ. સોઢા સવાઈસિંહ, સોઢા ખેતાસિંહના માતા, સોઢા રૂપાસિંહ મેરામણજી, સોઢા કાનજી મેરામણજીના ભાભી, સોઢા સતુભા ચેનાસિંહ, સોઢા મહાદાનાસિંહ રૂપાજી, સોઢા નેતાસિંહ રાણાસિંહ, સોઢા સવાઈસિંહ ભૂરજીના મોટામા, સોઢા વચુભા સવાઈસિંહ, સોઢા મહિપતાસિંહ સવાઇસિંહ, સોઢા અશોકાસિંહ સવાઈસિંહ, સોઢા વિશાલાસિંહ ખેતાસિંહ, જયદીપાસિંહ ખેતાસિંહના દાદી, સોઢા યુવરાજાસિંહ વચુભાના પરદાદી તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. દશાઓ અને દિવાની રાત તા. 12-9-2025ના શુક્રવારે તથા બારસવિધિ ઘડાઢોળ તા. 13-9-2025ના શનિવારે તેમજ સાદડી  નિવાસસ્થાન વેડહાર મોટી ખાતે.

આણંદસર-વિં. (તા. નખત્રાણા) : માવજી અબજી લિંબાણી (ઉ.વ. 70) તે કસ્તૂરબેનના પતિ, યોગેશ, હેમંત, ભગવતીબેન, પ્રેમિલાબેનના પિતા, સ્વ. અખઇભાઇ, સ્વ. મનજીભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. લખમશીભાઇ, વાલજીભાઇ, લધારામભાઇ, શાંતિલાલ લિંબાણી, નાનજીભાઇ, લીલાબેન (વડોદરા), ગંગાબેન (નખત્રાણા), સ્વ. ગવરીબેન (વિથોણ)ના ભાઇ તા. 4-9-2025ના મોરબીમાં અવસાન પામ્યા છે. બેસણું તા. 7-9- 2025 રવિવારના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, આણંદસર ખાતે.

પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : ગ.સ્વ. લક્ષ્મીબેન જીવરાજભાઈ પોકાર (ઉ.વ. 86) તે સ્વ. જીવરાજભાઈ લધાભાઈ પોકારના પત્ની, વાલજીભાઈ, બાબુભાઈ, છગનભાઇ, ડાઈબેન કાંતિલાલ નાયાણી (વિથોણ), ગં.સ્વ. ડમયંતીબેન ચંદુલાલ ચોપડા (દહેગામ), મંગળાબેન બાબુલાલ રૂડાણી (માધાપર)ના માતા, નર્મદાબેન, કૌશલ્યાબેન, નીતાબેનના સાસુ, સ્વ. મનજીભાઈ, જશાભાઇ, પચાણભાઇના ભાભી, રામજી ધનજી નાકરાણી (નાના અંગિયા હાલે મેજકંપા)ના પુત્રી, જિજ્ઞા, પુનિત, ગૌતમ, કાજલ, દિવ્યા, ખુશાલી, ભૂમિ, હસ્તીના દાદી, ડિમ્પલબેન, નીરલબેનના વડસાસુ, જુગ, હિયાન, તનીશ્રીના પડદાદી તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 5-9 અને તા. 6-9-2025 શુક્રવાર, શનિવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન પલીવાડ (યક્ષ) ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : ભુરૂભા વેરસલજી જાડેજા (ઉ.વ. 77) તે સ્વ. તેજમાલજી વેરસલજીના નાના ભાઇ, સ્વ. ગાભુભા નાનુભા, સ્વ. પ્રતાપસિંહ નોઘણજી, સ્વ. જોધુભા નોઘણજી, સ્વરૂપસિંહ નોઘણજી, ગોરધનસિંહ નેતાજીના કાકાઇ ભાઇ, રણજિતસિંહ, સુરુભાના પિતા, કાનજી, બુધુભા, મહિપતસિંહના કાકા, રાજુભા, હિંમતસિંહ, જેઠુભા, પ્રહલાદસિંહ, દિલાવરસિંહ (સરપંચ), સચિનસિંહ, અખેરાજસિંહ, દશરથસિંહ, ભવ્યરાજસિંહના મોટાબાપુ, જયદીપસિંહ, રાજદીપસિંહ, હર્ષિદરાજસિંહ, ભરતસિંહ, કિશનસિંહ, રવિરાજસિંહ, હાર્દિકસિંહ, સિદ્ધરાજસિંહ, આદિત્યરાજસિંહ, ઋષભદેવસિંહ, યુવરાજસિંહ, વિરભદ્રસિંહ, વિરપાલસિંહ, મહિપાલસિંહના દાદા, સ્વ. સોઢા આંબજી ભભૂતસિંહ (ચંદ્રનગર)ના જમાઇ, શંકરસિંહ સવાઇસિંહ સોઢા (પિથાપર)ના સસરા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-9-2025ના સોમવારે સવારે, સાદડી જાડેજા સમાજવાડી, નાની અરલ ખાતે.

સુવઈ (તા. રાપર) : મૂળ રાજુલાના ભારતીબેન જોષી (ઉ.વ. 70) તે સ્વ. જગજીવનરામના પત્ની, નાકર પ્રહલાદ (ત્રંબૌ)ના સાસુ, દર્શનાના માતા, નેહા, જીનલ, સંદીપ, હિતેનના નાની તા. 3-9-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 6-9-2025ના શનિવારે બપોરે 3થી 4 તથા ઉત્તરક્રિયા તા. 11-9-2025ના ગુરુવારે સુવઇ ખાતે.

વાંકુ (તા. અબડાસા) : સોઢા બુધુભા ઉદેસંગજી (ઉ.વ. 85) તે સ્વ. ભુરુભા, જેઠુભા, શંકુભાના ભાઇ, ચંદ્રસિંહ, ઉમેદસિંહ, ભરતસિંહ, રેખાબાના પિતા, હરિસિંહ ચૌહાણના મામા તા. 4-9-2025ના અવસાન પામ્યા છે. સાદડી તથા ઉત્તરક્રિયા નિવાસસ્થાન વાંકુ ખાતે.

નાસિક (મહારાષ્ટ્ર) : મૂળ કચ્છ-ગોયલાના નારાયણદાસ કતિરા (ઉ.વ. 71) તે સ્વ. પુરબાઈ મુલજી નથુરામ કતિરાના પુત્ર, ભગવતીબેનના પતિ, ઉત્તમભાઈ, નીતાબેન અમિતભાઈ દનાણી (કલ્યાણ), પ્રીતિબેન તિલકભાઈ ઉદવાણી (મુલુંડ), સ્વ. ગાવિંદભાઈના પિતા, ગીતાબેનના સસરા, સ્વ. લક્ષ્મીબેન મોરારજી (નથુરામભાઇ) દેવચંદ કેશરિયા (વાયોર)ના જમાઈ, સ્વ. ટોકરશીભાઈ, સ્વ. રમણીબેન ભવાનજી, સ્વ. જયરામભાઈ, સ્વ. પ્રેમિલાબેન બાબુલાલ આઈયા, કરસનભાઈ, જયશ્રીબેન રામજીભાઈ આઈયા, જેઠમલભાઈ, શંકરલાલભાઈના ભાઈ, ગં.સ્વ. લીલાવતીબેન, સ્વ. જસવંતીબેન, સ્વ. પુષ્પાબેન, મંજુલાબેન, ગૌરીબેનના દિયર/જેઠ, સ્વ. કિશોરભાઈ કલ્યાણજી પંડિતપૌત્રા (મિરજાપર-ભુજ), હરીશભાઈ લાલજીભાઈ દનાણી (કલ્યાણ), સચિનભાઈ કનૈયાલાલ ઉદવાણી (મુલુંડ)ના વેવાઈ, પ્રકાશભાઈ, જયેશભાઈ, દિલીપભાઈ કેશરિયા (જખૌ)ના બનેવી, ભૂમિ તથા પ્રિન્સના દાદા, ધ્રુવ, મંથન, હસ્તીના નાના તા. 3-9-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-9-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 નીલકંઠ હોલ, સ્વામિનારાયણ મંદિર, કેવડીવન, નાસિક (મહારાષ્ટ્ર) ખાતે. 

Panchang

dd