• બુધવાર, 22 મે, 2024

યુવાવર્ગની ઉદાસીનતા વચ્ચે મતદાન વધારવાનો પડકાર

દેશભરમાં ચૂંટણીઓનો માહોલ હવે જામી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો મતનાં સમરાંગણ માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, ત્યારે વિશ્વમાં લોકશાહીનાં સૌથી મોટાં પર્વનું પારદર્શક અને નિષ્પક્ષ આયોજન થાય તે માટે ચૂંટણીપંચે કમર કસી છે. એક તરફ લોકશાહીમાં મતદારોના વિશ્વાસને મજબૂત કરવા માટેનો પડકાર છે, તો બીજી તરફ વધુ ને વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ખાસ ધ્યાન આપવાનું અનિવાર્ય બની રહ્યં છે.દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોના પ્રચારના ધમધમાટને જોતાં એવો વિશ્વાસ જાગતો હોય છે કે, મતદાનની ટકાવારી સારી રહેશે, પણ મતદાનના આંકડા આશા ફળીભૂત થઇ હોય તેવી પ્રતીતિ કરાવતા નથી હોતા. કડવી વાસ્તવિકતાને જોતાં છેલ્લા થોડા સમયથી ચૂંટણીપંચે મતદાનની ટકાવારી વધારવા માટે ધ્યાન આપવું શરૂ કર્યું છે. અનુસંધાનમાં આગોતરાં પગલાં લેવાની પંચ દ્વારા શરૂઆત કરી દેવાઇ છે. મતદાનની ઓછી ટકાવારીથી ચિંતિત ચૂંટણીપંચે દેશના 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 266 બેઠકને અલગ તારવી છે, જ્યાં ગઇ સામાન્ય ચૂંટણીનાં મતદાનની 67.4 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું મતદાન થયું હતું. મતદાનની ઓછી ટકાવારી ધરાવતી 266 બેઠકમાંથી 215 ગ્રામીણ અને 51 શહેરી વિસ્તારની બેઠક છે. હવે પંચે બેઠકો પર મતદાનની ટકાવારી વધે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે.હાલત એવી છે કે, દેશમાં બે તૃતિયાંશ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે છે. સ્વસ્થ લોકશાહી માટે આદર્શ સ્થિતિ ગણી શકાય નહીં. લોકસભાની અડધોઅડધ બેઠકોમાં મતદાનની ટકાવારી નબળી હોવાનો પડકાર ચૂંટણીપંચ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે.આવાં ઓછાં મતદાનને લીધે ચૂંટાયેલા ઉમેદવાર કેટલા પ્રમાણમાં લોકપ્રતિનિધિત્વ કરે છે, તેનું કંગાળ ચિત્ર સામે આવતું રહે છે. ખરેખર તો મજબૂત લોકશાહીમાં સરકાર અને વહીવટીતંત્રમાં સામાન્ય નાગરિકોની વધુ ને વધુ સામેલગીરી અનિવાર્ય બની રહેતી હોય છે.હવે જ્યારે ચૂંટણીપંચે ગંભીર મુદ્દામાં આગોતરાં આયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે ખરા અર્થમાં આવકાર્ય છે. ખરેખર તો પંચે પ્રયાસોમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને સામેલ કરીને વધુ ને વધુ મતદારો સુધી પહોંચવાની નક્કર વ્યૂહરચના પર બારીકાઇ સાથે ધ્યાન આપવાની જરૂરત પ્રથમ નજરે વર્તાઇ રહી છે. સાથોસાથ યુવા પેઢીને લોકશાહીનાં પર્વમાં સામેલ થવા માટે પ્રેરવાના ખાસ કાર્યક્રમો પણ અમલી બનાવવાની જરૂરત છે. એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, આજની પેઢી મતદાનનો અધિકાર મેળવવા પ્રત્યે બેપરવાહ છે. મતદાનની ટકાવારી રાજકીય પક્ષોનું ગણિત ઊલટ સુલટ કરી નાખે છે. સ્વાતંત્ર્ય મળ્યા પછી ભારતમાં મતદાનની ટકાવારી સંતોષજનક રહી નથી. 1952માં ફક્ત 45 ટકા મતદારોએ પોતાનાં મતદાનનો અધિકાર બજાવ્યો હતો. ટકાવારી સાત દાયકા પછી વધીને 2019માં 67.40 ટકા પર આવી, જે મતદાનનો આજ સુધીનો વિક્રમ છે. 1977માં મતદારોએ ઐતિહાસિક ચુકાદો આપીને કોંગ્રેસને પ્રથમ વેળા ઘરે બેસાડી, ત્યારે પણ ફક્ત 60 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. હવે 2024ના કેટલું મતદાન થાય છે તે જોવાનું છે, પણ જે યુવક-યુવતીઓને મતદાનનો અધિકાર મળ્યો છે એવા ઓછામાં ઓછા 4 કરોડ 90 લાખ નવા મતદાર પૈકી ફક્ત 38 ટકા નવા મતદારોએ પોતાનાં નામ મતદાર યાદીમાં નોંધાવ્યાં છે. નવા મતદારોની ઉદાસીનતા આંચકાજનક છે. મતદાન પહેલાં યુવક-યુવતીઓને પોતાનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ એમ શા માટે લાગ્યું? 2019માં મતદાનની ટકાવારી વધવાનું મુખ્ય કારણ અનેક રાજ્યોમાં મહિલા મતદાર હોવાનું  કહેવાય છે.પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચ કરનારા, નેતાઓએ પક્ષના પ્રચાર કરવા પહેલાં મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવી જોઈએ અને એક પણ નવો મતદાર યાદીની બહાર રહે નહીં તેની ખાતરી કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સભાઓમાં `કોઈને પણ મતદાન કરો, પણ મતદાનનો હક બજાવ્યા સિવાય રહો' એવું આહ્વાન કરતા હોય છે. જો તે સાર્થક કરવું હોય તો પહેલાં નામ યાદીમાં જોઈએ. કામ પક્ષો પણ શા માટે કરી શકે? માટે ટેક્નોલોજીની પણ મદદ લેવી જોઈએ. જે નાગરિકો પાસે આધાર કાર્ડ છે તેમનું નામ ઉંમરના 18 વર્ષ પૂર્ણ થવાની ક્ષણે મતદાર યાદીમાં સમાવેશ થઈ જાય, ભારતીય ટેક્નોલોજી બિલકુલ મુશ્કેલ નથી. આધાર કાર્ડ અને પેન કાર્ડ જેમ પરસ્પરને જોડવામાં આવ્યાં છે, એવી રીતે આધાર કાર્ડ પણ મતદાર ઓળખ પત્ર સાથે જોડાયેલું હોવું જોઈએ. દિશામાં ચૂંટણીપંચે સક્રિય ભૂમિકા ભજવવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang