ભુજ, તા. 1 : ખાવડાના આર.ઈ. પાર્કની એન.ટી.પી.સી.
કંપનીમાંથી ઉત્તરપ્રદેશના ત્રણ મજૂરોએ રૂા. 83,500ના માલ-સામાનની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ગત
તા. 22/2થી તા. 25/2 દરમ્યાન એન.ટી.પી.સી.ના રોકોમિક્સ
બેચિંગ પ્લાન્ટમાંથી ત્યાં શ્રમિક તરીકે કામ કરતા અખિલેશકુમાર સતપાલ, સતીશ શ્યામલાલ, ભૂરે શ્યોદાન
(રહે. ત્રણે ઉત્તરપ્રદેશ) એ તેમની નોકરી દરમ્યાન ઈલેકટ્રીક પાર્ટસ, ડીઝલ, કેમિકલ, બેટરી અને પાણીની
મોટર એમ કુલ્લે રૂા. 83,500ના માલસામાનની
ચોરી કરી એક બીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી છે.