• બુધવાર, 02 જુલાઈ, 2025

ગરડા પંથકમાં વીજ થાંભલામાં આજેય તાર જોડાણની માંગ

વાયોર, તા. 1 : અબડાસાના ગરડા પંથક વિસ્તારના રામવાડા તીર્થધામથી નાની બેર ગામે વાગોઠ 66 કેવી સબ ડિવિઝનમાંથી ફિડરમાંથી બે વર્ષથી થાંભલા ઊભા થયા છે, પરંતુ તારનું કામ હજુ સુધી ન થયું હોવાનું સ્થાનિક અગ્રણી અનુભા જાડેજા અને નાની બેરના હાજી હારૂન હાલેપોત્રા દ્વારા જણાવાયું હતું. નલિયા-નખત્રાણા વિભાગની પીજીવીસીએલ કચેરીમાં આ અંગે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવ્યો હોવાની ફરિયાદ કરાઈ હતી તેમજ આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ નહીં આવે, તો નલિયા પીજીવીસીએલ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી ચીમકી અપાઈ હતી. 

Panchang

dd