લંડન, તા. 1 : વિમ્બલ્ડનમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવ
આર્થર રિન્ડરકનેચ સામે હારીને પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયો હતો. રિન્ડરકનેચે મેચ
7-6, 6-7, 6-3, 6-7, 6-4 થી જીતી હતી.
જેસિકા પેગુલા એલિસાબેટા કોકિયારેટો સામે હારીને પહેલા રાઉન્ડમાં જ આઘાતજનક રીતે બહાર
થઈ હતી. યાનિક સિનર લુકા નાર્ડીને સીધા સેટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા પોલેન્ડની ઇગા સ્વિયાટેકે મંગળવારે ઓલ-ઈંગ્લેન્ડ ક્લબ
ખાતે મહિલા સિંગલ્સમાં 2025 વિમ્બલ્ડનમાં
પોતાના અભિયાનની શરૂઆત સીધા સેટમાં જીતીને કરી હતી. ચાર વખતની ફ્રેન્ચ ઓપન વિજેતા અને
એક વખત યુએસ ઓપન ટાઇટલ વિજેતા સ્વિયાટેકે પોલિના કુડેરમેટોવાને 7-5, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં
પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. બાર્બોરા
ક્રેજાસિકોવાએ એલેક્ઝાન્ડ્રા ઈલા સામેના મોટા ભયમાંથી બચી ગયા બાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ
કરી લીધો છે. પહેલો સેટ ગુમાવ્યા બાદ, ક્રેજાસિકોવા મુશ્કેલીમાં દેખાતી હતી,
પરંતુ તેણીએ પાછા ફરીને મેચ 3-6, 6-2, 6-1થી જીતી લીધી હતી. તેનો આગામી મુકાબલો કેરોલિન ડોલેહાઇડ અને
અરન્ટક્સા રુસ વચ્ચેની મેચના વિજેતા સામે થશે. નંબર વન ઇટાલીનો યાનિક સિનર પણ બીજા
રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે હમવતન ખેલાડી લુકા નારડીને 6-4, 6-3 અને 6-0થી હાર આપી હતી. પુરુષ વિભાગમાં
8મા નંબરનો હોલ્ગર રૂને ચિલીના નિકોલસ જેરી
સામે 4-6, 4-6, 7-પ, 6-3 અને 6-4થી હારીને બહાર થયો છે.