• બુધવાર, 02 જુલાઈ, 2025

ગાંધીધામમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 1 : તાલુકાના ગળપાદરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 8070 જપ્ત કર્યા હતા. ગળપાદરમાં જિલ્લા જેલ પાછળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અમુક શખ્સ ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી દિનેશગિરિ શિવગિરિ ગોસ્વામી, મહેશ રમેશ કોળી તથા મયૂરગિરિ દિનેશગિરિ ગોસ્વામી નામના શખ્સોની ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તા ટીંચતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 8070 જપ્ત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd