• બુધવાર, 02 જુલાઈ, 2025

બિલાડીને જ આપી દૂધની રખેવાળી !

નવી દિલ્હી, તા. 1 : ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જુલાઈ માસના અધ્યક્ષતા સંભાળી હતી. જાન્યુઆરીમાં બે વર્ષના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પાક ચૂંટાયું હતું. આ એક માસ દરયિમાન, તે ભારત વિરોધી જુઠાણાં ફેલાવી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, પાકના રાજદૂત આસિમ ઈફ્તિખાર અહમદે કહ્યું હતું કે, પાકિસ્તાનની અધ્યક્ષતા પારદર્શી, સમાવેશી અને ઉત્તરદાયિત્વવાળી રહેશે. જટિલ ભૂ-રાજકીય પરિદૃશ્ય, દુનિયામાં વધતી અસ્થિરતા તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષા માટેના ખતરાઓ, વધતા સંઘર્ષો અને માનવીય સંકટોથી પાકિસ્તાન અવગત છે તેમ પણ અહમદે જણાવ્યું હતું. અધ્યક્ષતા દરમિયાન, પાક બહુપક્ષવાદ અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન તથા સંયુક્ત રાષ્ટ્ર-ઈસ્લામિક સહયોગ સંગઠનને સહકાર ઉપરાંત પશ્ચિમ એશિયાની સ્થિતિ તથા આફ્રિકા, યુરોપ, એશિયા અને લેટિન અમેરિકાના ઘટનાક્રમો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર પાકિસ્તાન ધ્યાન કેન્દ્રિત કરશે તેમ પણ અહમદે ઉમેર્યું હતું. નોંધનીય છે કે, આ અગાઉ પાકિસ્તાના 1952-53, 1968-69, 1976-77, 1983-84, 1993-93, 2003-04 અને 2012-13માં પણ સુરક્ષા પરિષદનું અધ્યક્ષ રહી ચુક્યું છે. 

Panchang

dd