• બુધવાર, 02 જુલાઈ, 2025

-તો ભારત પર 500 ટકા ટેરિફ !

નવી દિલ્હી, તા. 1 : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમર્થિત પ્રસ્તાવિત યુએસ બિલ રશિયન તેલ ખરીદનારા દેશો પર પ00 ટકા જેટલો ભારે ટેરિફ લાદી શકે છે. આ પગલાંનો હેતુ મોસ્કોને અલગ પાડવાનો અને યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે ટેબલ પર લાવવાનો છે, પરંતુ ભારત અને ચીન સહિતના રશિયાના મુખ્ય ભાગીદારો પર તેની મોટી વિપરીત અસર પડી શકે એમ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમર્થિત પ્રસ્તાવિત યુએસ સેનેટ બિલ, રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા ભારત અને ચીન સહિતના દેશો પર પ00 ટકા ટેરિફ લાદી શકે છે.  ગ્રેહામ લિન્ડસેએ કહ્યું હતું કે, જો તમે રશિયા પાસેથી ઉત્પાદનો ખરીદી રહ્યા છો અને તમે યુક્રેનને મદદ નથી કરી રહ્યા, તો યુનાઈટેડ સ્ટેટ્સમાં આવતા તમારા ઉત્પાદનો પર પ00 ટકા ટેરિફ લદાશે. ભારત અને ચીન પુતિનનું 70 ટકા તેલ ખરીદે છે, તેઓ તેમના યુદ્ધ મશીનને ચાલુ રાખે છે. આ બિલ ઓગસ્ટમાં રજૂ થવાની ધારણા છે. જો આ બિલ લાગુ કરવામાં આવે તો ટેડ રશિયન ક્રૂડના સૌથી મોટા ખરીદદારો ભારત અને ચીન પર ગંભીર અસર પડી શકે છે. ભારત માટે આ પગલાંથી ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને આઈટી સેવાઓ જેવી નિકાસ પર ટેરિફનું જોખમ પણ વધી શકે છે. ભારત રશિયન તેલનો મુખ્ય ખરીદદાર છે અને યુક્રેન આક્રમણના ત્રીજાં વર્ષમાં તેણે 49 અબજ યુરોનું ક્રુડ તેલ આયાત કર્યું હતું. પરંપરાગત રીતે ભારત મધ્ય પૂર્વમાંથી તેનું તેલ મેળવતું હતું, પરંતુ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ પછી તરત જ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરવાનું શરૂ કર્યું. 

Panchang

dd