• બુધવાર, 02 જુલાઈ, 2025

ભુજમાં ડ્રગ્સ વેચતી યુવતી ઝડપાઇ

ભુજ, તા. 1 : શહેરના કેમ્પ એરિયામાં માતાની જાણ બહાર તેની બાજુમાં જ રહેતી યુવા પરિણીત યુવતીએ માતાના ઘરમાં સંતાડીને વેચાણ અર્થે રાખેલી એમ.ડી. ડ્રગ્સની આઠ પડીકી સાથે પોલીસે યુવતીને ઝડપીને કાર્યવાહી કરી છે. આ અંગે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)એ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે એસ.ઓ.જી.ના નરેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો. રઘુવીરસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, ભુજના કેમ્પ એરિયામાં હવાબાઇ લુહારના મકાનમાં ભાડે રહેતી પરિણીત યુવતી મુસ્કાન અજીમ થૈમ ડ્રગ્સનું વેચાણ કરે છે અને કોઇને શંકા ન જાય તે અર્થે ડ્રગ્સ તેની માતાનાં ઘરે રાખ્યું છે. આ બાતમીનાં પગલે એસ.ઓ.જી.એ દરોડો પાડી મુસ્કાનને બોલાવી કુરશાબેન જુસબ જુણેજાના મકાનમાંથી મિકસરના બોક્સમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી આઠ નાની-નાની પડીકી મળી હતી, જે માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ 2.5 ગ્રામ કિં. રૂા. 25000 હોવાનું સામે  આવ્યું હતું. 25 વર્ષીય પરિણીત યુવતી મુસ્કાનને 25 હજારના એમ.ડી. ડ્રગ્સ અને એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. કે. એમ. ગઢવી, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ, દિનેશભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. રઝાકભાઇ સોતા, રઘુવીરસિંહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયૂરસિંહ ઝાલા, ભાવેશભાઇ ચૌધરી, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, ડ્રા. હે.કો. મહિપતસિંહ સોલંકી તથા મહિલા હે.કો. વર્ષાબેન ચૌધરી, એ-ડિવિઝનના કોન્સ. ક્રિષાબેન કેરાઇ, રાજીબેન બરારિયા જોડાયા હતા. 

Panchang

dd