• બુધવાર, 02 જુલાઈ, 2025

ટ્રમ્પનું બહુચર્ચિત `વન બિગ બ્યૂટીફુલ બિલ' સેનેટમાં પસાર

નવી દિલ્હી, તા. 1 : અમેરિકામાં  રહેતા ભારતીયો સહિત વિદેશીઓને તેમના દેશમાં નાણાં મોકલવા સામે અડચણરૂપ જોગવાઇઓ સહિતનું `વન બિગ બ્યૂટીફુલ બિલ' અમેરિકાની સેનેટમાં પસાર થઇ ગયું છે. હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે. દરમ્યાન, આ બિલ સેનેટમાં પસાર થતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચેનો તણાવ વકરે તેવી શક્યતા છે. જો બિલ પસાર થાય તો અલગ પક્ષ રચવાની જાહેરાત કરનારા મસ્ક હવે શું કરે છે તેના પર નિષ્ણાતોની નજર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભલે દુનિયામાં શાંતિ લાવવાની બડાઇ મારતા હોય, પરંતુ તેમના માટે એક મોટો પડકાર તેમના પોતાના મિત્રો છે. અમેરિકામાં  ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો  ઝઘડો ફરી એકવાર તીવ્ર બન્યો છે. બંને ફરી એકવાર એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપી રહ્યાં છે. હકીકતમાં  ટ્રમ્પના `વન બિગ બ્યૂટીફુલ બિલ'થી શરૂ થયેલો વિવાદ હવે ઝડપથી વધી રહ્યો હોય તેવું લાગે છે. આ બિલ સેનેટમાં પસાર થઇ ગયું છે. હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં  પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું મસ્ક હવે અલગ રાજકીય પક્ષ બનાવશે ? અને શું ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું મન બનાવી લીધું છે કે, તેઓ મસ્કને દ. આફ્રિકા પરત મૂકશે ? આ પ્રશ્નનું કારણ ટ્રમ્પ છે. જેમણે મસ્કના પ્રહારો પછી કહ્યું હતું કે, `ઇતિહાસમાં  કદાચ એલનને કોઇપણ વ્યક્તિ કરતાં  વધુ સબસિડી મળે છે. સબસિડી વિના તેણે પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા જવું પડશે. જો સબસિડી બંધ થઇ જશે તો રોકેટ લોન્ચ, ઉપગ્રહો કે ઇલેકટ્રીક કારનું ઉત્પાદન શક્ય નહીં બને.

Panchang

dd