મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 1: મોટી વિરાણી
મફતનગરના બસ સ્ટેન્ડથી નાની વિરાણી, રામેશ્વરથી કોટડા હાઇ-વેને જોડતો રસ્તો ડામર બની જતાં આ વિસ્તારના લોકોમાં
ખુશી વ્યાપી છે. ઘણા સમયથી ખરાબ થયેલો આ રસ્તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના
પ્રયાસોથી રૂા. એક કરોડ 65 લાખના ખર્ચે
નવીનીકરણ પામ્યો છે. ત્રણથી સાડા ત્રણ કિ.મી. જોડતો રસ્તો મોટી વિરાણી મફતનગરના બસ
સ્ટેન્ડથી લઇને કોટડા હાઇવે સુધીનો અતિમહત્ત્વ અને ઉપયોગી છે કારણ કે આ રસ્તે પશ્ચિમ
કચ્છ રબારી સમાજ છાત્રાલય, હરિહર આશ્રમ,
સાર્વજનિક કુમાર છાત્રાલય, ક્ષત્રિય સમાજનું છાત્રાલય,
બોર્ડિંગ, પાટીદાર સમાજની બોર્ડિંગ, નખત્રાણામાં ભરાતા વિખ્યાત રામદેવપીરના મેળાનું સ્થળ, ઉપરાંત નાની વિરાણીના માલધારીઓને દૂધની હેરાફેરી માટે આ રસ્તો અતિ ઉપયોગી રહેશે,
તો આ રસ્તો કોટડા હાઇવેને જોડતો છે. એ રસ્તે કે.વી. હાઇસ્કૂલ,
સરકારી દવાખાના તેમજ ખાનગી દવાખાના વગેરે આવેલાં છે. મોટી વિરાણી ગ્રામ
વિકાસ મંડળના પ્રમુખ ભરત સોમજિયાણી, સરપંચ ગોવિંદભાઇ બળિયા,
ઉપસરપંચ રતિલાલ મામા, તા.પં.ના સદસ્ય ગોરધન રૂડાણી,
ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઇ બળિયા, નાની વિરાણી
પંચાયતના સદસ્ય જેઠાભાઇ રબારી તેમજ નાની વિરાણીના અગ્રણી મંગલભાઇ રબારીએ ધારાસભ્યનો
આભાર વ્યક્ત કર્યો હતો.