• બુધવાર, 02 જુલાઈ, 2025

ડોણ ગામના પ્રવેશે 200 વૃક્ષ જાળવણીના અભાવે મૃતપ્રાય હાલતમાં

કોડાય (તા. માંડવી), તા. 1 : તાલુકામાં ડોણ ગામના પ્રવેશે 300 જેટલાં વૃક્ષ વાવવામાં આવ્યાં હતાં, જે પૈકી 200 વૃક્ષમાં ગત વાવાઝોડાંમાં નુકસાની વેઠતાં પાંજરા સાથે પડી ગયાં હતાં અને હાલ આ વૃક્ષો યોગ્ય જાળવણીના અભાવે મૃતપ્રાય હાલતમાં છે. કેટલાક વૃક્ષો સુકાઇ ગયાં છે. કચ્છ જિલ્લામાં પ્રકૃતિનું કાર્ય મોટાપાયે થઇ રહ્યું છે. પર્યાવરણના સંવર્ધન માટે સરકાર અને સંસ્થાઓ ચિંતીત છે, ત્યારે  ક્યાંક યોગ્ય જાળવણીના અભાવે પર્યાવરણને ખિલવતાં વૃક્ષો મુરઝાઇ રહ્યાં છે. સંસ્થાના સહયોગથી 300 વૃક્ષનું વાવેતર થયું હતું, પણ હાલ કોઇ દરકાર ન કરાતી હોઇ ડોણ જૈન મહાજન આ વૃક્ષોની યોગ્ય સારસંભાળ લેશે અને ગામના પ્રવેશે હરિયાળી ઊભી થાય તે માટે પ્રયાસો હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતું. 

Panchang

dd