• બુધવાર, 02 જુલાઈ, 2025

અન્ડર-19 વન-ડે : ભારત સામે ઇંગ્લેન્ડનો એક વિકેટે રોમાંચક વિજય

નોર્ટિગહામ તા.1 : કેપ્ટન અને વિકેટકીપર-બેટર થોમસ રિયૂની 131 રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી અન્ડર-19ના બીજી વન-ડે મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડ ટીમનો આખરી ઓવરમાં રોમાંચક વિજય થયો હતો. 291 રનનો કઠિન વિજય લક્ષ્યાંક ઇંગ્લેન્ડ ટીમે ત્રણ દડા બાકી રાખીને નવ વિકેટે પાર પાડયો હતો. થોમસ રિયૂએ તેની સદી ફકત 79 દડામાં પૂરી કરી હતી. તેણે 89 દડામાં 16 ચોગ્ગા અને છ છગ્ગાથી 139 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેણે ચોથી વિકેટમાં રોકી ફિલન્ટોફ (39) સાથે મળીને 123 રનની ભાગીદારી કરી હતી.  આખરી ઓવરમાં ઇંગ્લેન્ડને જીત માટે સાત રનની જરૂર હતી અને એક વિકેટ બાકી હતી. દબાણ વચ્ચે સેબ મોર્ગને ચોગ્ગો ફટકારી ત્રણ દડા બાકી રહેતા ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. ભારત તરફથી અંબ્રિશે 80 રનમાં ચાર વિકેટ લીધી હતી. અગાઉ ભારતે વૈભવ સૂર્યવંશીના 4, વિહાન મલહોત્રાના 49  રનની મદદથી 49 ઓવરમાં 290 રન કર્યા હતા. 

Panchang

dd