ભુજ, તા. 1 : કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં
ફરજ બજાવતા શિક્ષકોના ઓડિટ વાંધા હેઠળ વસૂલાતનો આદેશ કર્યો હતો, જેને શિક્ષકોએ હાઇકોર્ટમાં પડકારતાં હાઇકોર્ટે
આ વસૂલાતના આદેશને રદ કર્યો હતો. કચ્છના પ્રાથમિક
વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વનિતાબેન એસ. નાનાની અને અન્ય છ શિક્ષક તરીકે કાર્યરત
હતા અને વર્ષ 2004માં તેઓ નિવૃત્ત
થયા હતા, 2009માં જિલ્લા
પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઓડિટ વાંધાના આધારે લીવ ઈન્કેશમેન્ટ આપતી વખતે 300 દિવસની રજાને ધ્યાનમાં લઈને
રકમ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત
સિવિલ સર્વિસ નિયમો મુજબ અરજદાર ફક્ત 150 દિવસ માટેનો હક્કદાર છે, તેથી સત્તાવાળા હોઈ રજાના રોકડીકરણ માટે વધારાની ચૂકવણીની મંજૂર કરવા માટે
વસૂલાતનો આદેશ જારી કર્યો હતો, જે અંગે વનિતાબેન અને અન્ય શિક્ષકોએ
ગુજરાત હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે ભુજ નગરપાલિકાના જે-તે સમયમાં દર્શક અંતાણીના
ચુકાદાને ધ્યાને લઈ અને આ વસૂલાતના આદેશ રદ કર્યા હતા. હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું
કે, નિવૃત્તિ સમયે આપવામાં આવેલી બાંહેધરી સંબંધિત મુદ્દે જે
પંજાબ સ્થિતિને ધ્યાનમાં લઈને વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓના કિસ્સામાં ધ્યાનમાં
લેવો જોઈએ નહીં તેવું પણ નોંધ્યું હતું અને જો રિકવરી કરી હોય તો છ વીકમાં પાછી આપી
દેવા પણ આદેશ કર્યો છે. આ કેસમાં ગુજરાતના જાણીતા વકીલ શિવાંગભાઈ સહાયએ ધારદાર દલીલ
કરી હતી.