લંડન, તા. 23: સ્પેનિશ
ટેનિસ સ્ટાર અને વર્લ્ડ નંબર બે કાર્લોસ અલ્કરાજ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ
વિમ્બલ્ડનની ઠીક પહેલા ક્વીન્સ કલબ ઓપનમાં ચેમ્પિયન થયો છે. વિમ્બલ્ડનની જેમ ગ્રાસ
કોર્ટ પર રમાતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં અલ્કરાજે ચેક ગણરાજ્યના ખેલાડી જિરી
લેહેકાને 7-પ, 6-7 અને 6-2થી હાર
આપી હતી. અલ્કરાજનું આ બીજુ ક્વીન્સ કલબ ઓપન ટાઇટલ છે. ગ્રાસ કોર્ટ પર તેનો આ ચોથો
ખિતાબ છે. ઉલ્લેખનિય છે કે કાર્લોસ અલ્કરાજે તાજેતરમાં નંબર વન ઇટાલીના ખેલાડી
જેનિક સિનર સામે પાંચ કલાકથી વધુના મેરેથોન મુકાબલા પછી ફ્રેંચ ઓપનનો ખિતાબ જીત્યો
હતો. હવે તેની નજર વિમ્બલ્ડન પર છે.