માધાપર, તા. 2 : અહીં ગંગેશ્વર પર્વતમાળા વચ્ચે
સવા કરોડ હોમાત્મક હવન વિશ્વશાંતિ હેતુ તા. 3 નવેમ્બરથી સવા વર્ષ સુધી અવિરત ચાલુ રહેશે. કચ્છની ધરા પર પ્રથમવાર
સવા વર્ષ સુધી ચાલનારા આ મહાયજ્ઞ અંગે મુખ્ય સંચાલક જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે, આપણા જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધી નાસ થાય,
સુખ-સમૃદ્ધિ, આનંદ પ્રાપ્ત થાય અને જીવન ધન્ય બને
તે હેતુથી યજ્ઞ કરવામાં આવશે. યજ્ઞમાં હોમ કરવાથી દુ:ખોનું દહન થાય છે અને યજ્ઞથી દેવતા
પ્રસન્ન થાય છે. આરોગ્ય-સમૃદ્ધિ વધે છે. તેમજ વાતાવરણ શુદ્ધિ, પરિવારમાં સુખ-શાંતિ વધે છે. યજ્ઞ એ દેવ-મનુષ્ય અને પ્રકૃતિનો સમન્વય છે. મુખ્ય
યજમાન શ્રીરામ યજ્ઞ સમિતિ જાનકીદાસ બાપુનો આ 19મો યજ્ઞ છે, પણ સવા વર્ષ સુધી ચાલનારો આ પ્રથમ યજ્ઞ છે મહંતની
ગાદી પર બિરાજમાન થઇ બાપુ નર્મદા તટ પર ધનેશ્વર મહાદેવ મંદિરે નર્મદા અન્નક્ષેત્ર ચલાવે
છે. નર્મદા પરિક્રમા કરનારા દરરોજ 100-150 લોકો લાભ લે છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ બીમાર ગાયો માટે હોસ્પિટલ, નંદીશાળા, ગૌશાળાનું આયોજન
કરવાનો છે. આ યજ્ઞમાં દરરોજ 31000 આહૂતિ અપાશે. સવા વર્ષ દરમ્યાન સંતો-મહંતો-મહા મંડલેશ્વરનું
આગમન થશે અને ભંડારો ચાલુ રહેશે. ભારતભરમાંથી લોકો જોડાશે. કચ્છભરમાં આમંત્રણો મોકલવામાં
આવ્યાં છે.