• સોમવાર, 03 નવેમ્બર, 2025

શિક્ષણના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવશે

અંજાર, તા. 2 : જીવનના ઘડતરમાં શિક્ષણ મહત્વનો ભાગ છે. શિક્ષણને લગતા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી લાગણી અંજાર આહીર બોર્ડિંગ ખાતે રાજ્ય મંત્રી ના સન્માન સમારોહમાં વ્યક્ત કરવામાં આવી હતી. અંજાર આહિર મંડળના નેજા હેઠળ અંજારના ધારાસભ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો જોડાયા હતા અને સરઘસ તેમજ આતશ બાજી, ઢોલ નગારા, ઘોડાગાડી-બગીઓમાં આહિર બંધુઓનું અભિનંદન અભિવાદન ઝીલતા દ્રશ્યો જોવા મળ્યા હતા.બોર્ડીંગ મદયે સન્માન સમારોહ પ્રારંભે અંજાર સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહારાજ, મહા મંડલેશ્વર મૂળજી રાજા કાપડી દાદા,દિલીપરાજા કાપડી , રણછોડરાજા કાપડી, લાલગિરી બાપુ સહીત ના સંતો ,સામાજિક રાજકીય આગેવાનો ના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવ્યું હતું. ક્ચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાબાપા એ ઉપસ્થિતોને આવકાર્યા હતા. સમારોહ માં રાજયમંત્રી અને મોરબીના પ્રભારી ત્રિકમભાઈ છાંગા એ આ સમગ્ર આહિર સમાજનું સન્માન હોવાની લાગણી વ્યકત કરી હતી  જે કોઈ ઉચ્ચ હોદ્દા પર છીએ તેમાં  આહિર બોર્ડીંગ ની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સન્માન ની સાથે સમાજ દ્વારા ગુજરાત સરકારનો  આભાર વ્યક્ત કરવો તે આપણા સમાજના સંસ્કાર ના દર્શન થાય છે.આપ સૌના સાથ સહકાર થી આપણી સૌની સમાજની આવતીકાલ ઉજ્જવળ બનાવીશું તેમ જણાવ્યું હતું.ક્ચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આ ગૌરવશાળી પળ ના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ કહીને આયોજન બદલ ક્ચ્છ આહિર મંડળ ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે ક્ચ્છ આહિર સમાજ માટે આ ગૌરવશાળી પળ છે ,ક્ચ્છ આહીર સમાજમાંથી ત્રીજા વ્યક્તિ ને મંત્રીપદ પ્રાપ્ત થયું તે આપણા સૌ માટે આનંદની ઘડી છે. તેજા રાયમલ ભોજાણી પરિવાર માંથી મારા નાના ભાઈ ત્રિકમભાઈ ને ઉચ્ચ કક્ષાના હોદો પ્રાપ્ત થયો તે સમગ્ર સમાજ માટે ગૌરવહોવાનું કહ્યું હતું   શિક્ષણવિદ અરજણભાઈ કાનગડે શિક્ષણ વિભાગ નું મહત્વનું પદ પ્રાપ્ત થવાથી કચ્છના શિક્ષણના વિવિધ પ્રાણપ્રશ્નો હલ કરશે.તેવી નેમ વ્યક્ત કરી હતી.ક્ચ્છ કોંગ્રેસ પ્રમુખ વી. કે હુંબલે ક્ચ્છ ના શિક્ષણ સહીત ના વિવિધ પ્રશ્નો શ્રી છાંગા  દ્વારા હલ કરવામાં આવશે તેવી નેમ વ્યક્ત કરી હતી.શિક્ષણના અભ્યાસુ બાબુભાઈ હુંબલ એ ત્રીકમભાઈ સમાજ ના વિવિધ શિક્ષણ ને લગતા પ્રશ્નોનું અચૂક નિરાકરણ લાવવામાં આવશે.અને સમાજ ના વિવિધ સામાજિક કાર્યો માં  મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવ્યું હતું.પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ ડાંગરે  સમાજ ના વિકાસ માં આહિર બોર્ડીંગ ની મહત્વની ભૂમિકા છે તેમ કહીને ખીમજી જેસગ, સવા બાપા સહિત વડીલ આગેવાનો ના સમાજ માં યોગદાનને બિરદાવ્યા હતા.સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ એ આ સમાજ માટે આનંદ ની ક્ષણ છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે રાણાબાપા,રાણાભાઈ ફોરેસ્ટર, રણછોડ ડાંગર, કિરણભાઈ ખાટરિયા,ઘેલાભાઈ ચાવડા,શામજી કાનગડ,શામજી તેજા મેમા,ત્રિકમ વાસણભાઇ આહિર, મુકેશભાઈ કાપડી,દેવઇબેન કાનગડ,પ્રેમજીભાઈ પેડવા,ભુરા બતા, મુળજીભાઈ મયાત્રા,બાબુ ભીખા,સુરેશ છાંગા, આલા ભચુ છાંગા,વાઘજી છાંગા, નાગદાન બોરીચા,શંભુ રાઘુ આહિર, ભૂરાભાઈ વરચંદ, શામજી કેરાસિયા,ઘેલા ચાવડા,રણછોડ પટેલ, સતિષભાઈ છાંગા, સરમણ જાટીયા, હરિ હીરા જાટિયા, ત્રિકમ રામજી વરચંદ, રૂપેશ રણમલ,પૂજાભાઈ આહિર, એન.ટી આહિર, દેવરાજ ભીમા વરચંદ, ભગુ આહિર આડેસર, રણછોડ પટેલ જંગી, સહીત ના ક્ચ્છ-પાટણ આહિર સમાજના 248 ગામડાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મેક્સ આહિર એ કર્યું હતું. આભારવિધિ મંત્રી નારણભાઇ ડાંગર એ કરી હતી. કાર્યકમ બાદ આગેવાનો ના હસ્તે બોર્ડીંગ પ્રાગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ક્ચ્છ આહિર મંડળ,ક્ચ્છ આહિર યુવક મંડળ,આહિર સેના,આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ,આહિર કર્મચારી મંડળ, આહિર વુમન વિગ,આહિર એકતા મંચ ,આહિર એડવોકેટ ગ્રુપ ,ક્ચ્છ આહિર સમાજ ની ચાર મંડળ પ્રાથળીયા આહિર સમાજ, મચ્છોયા આહિર સમાજ,સોરઠીયા આહિર સમાજ,બોરિચા આહિર સમાજ  દ્વારા મંત્રીનું સન્માનપત્ર,તલવાર ,પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  

Panchang

dd