વોશિંગ્ટન, તા. 2 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે નાઈજીરિયાને આકરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ઈસાઈઓની હત્યા અને હુમલા બંધ નહીં કરે,
તો અમેરિકા નાઈજીરિયા પર હુમલા કરશે. નાઈજીરિયાની સરકારને અપાતી તમામ
આર્થિક અને સૈન્ય સહાય પણ રોકી દેવાશે, તેવી ધમકી ઈસાઈઓની હત્યાથી
નારાજ ટ્રમ્પે આપી હતી. એટલું જ નહીં, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિએ
કહ્યું હતું કે, મેં મારા યુદ્ધ વિભાગને સંભવિત સૈન્ય કાર્યવાહીની
તૈયારી રાખવાનો આદેશ આપી દીધો છે. એક અહેવાલ અનુસાર, ધાર્મિક
હિંસા વધવાથી નાઈજીરિયામાં જાન્યુઆરીથી 10 ઓગસ્ટ દરમ્યાન સાત હજારથી વધુ ઈસાઈની હત્યા કરી દેવાઈ હતી. આ
હત્યાઓ પાછળ બોકોહરમ અને ફુલાની જેવાં આતંકવાદી સંગઠન જવાબદાર છે. આવા હત્યારા આતંકીઓને
પણ ખતમ કરી દેવાની ચેતવણી ટ્રમ્પે આપી હતી. બીજી તરફ, નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબૂએ કહ્યું
હતું કે, અમારા દેશને ધાર્મિક અસહિષ્ણુ કહેવો અયોગ્ય છે.