ભુજ, તા. 2 : પાંચેક માસ પૂર્વે ત્રગડી ગામે
શરાબના કટીંગ દરમ્યાન રાજ્ય સ્તરની પોલીસ ટુકડી ત્રાટકી હતી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહનો
84 લાખ ઉપરનો શરાબ તથા સાત વાહન
સહિત 1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
હતો. જેમાં બુટલેગર યુવરાજસિંહ સહિત ચાર નામજોગ તથા અન્યો એમ 13 વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
આ કેસમાં આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ કેસુભા
જાડેજા અને મેહુલસિંહ ચંદુભા ઝાલા (રહે. તમામ ત્રગડી) સામે નામજોગ ગુનો નોંધાયો હતો.
આ કેસના નાસતા-ફરતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સુરેન્દ્રસિંહ જાડેજા અને મનોજાસિંહ
ઉર્ફે મેહુલસિંહ ચંદુભા ઝાલાને ત્રગડી સીમ વિસ્તારમાંથી એલસીબીની ટીમે ઝડપી લીધા હતા
અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.