ભુજ, તા. 2 : શહેરમાં સુમરા ડેલી પાસે ચિત્રો
ઉપર દાવ લગાડી જુગાર રમાડતા બે પન્ટરને પોલીસે ઝડપી પાડયા હતા.આજે એલસીબીના હે. કોન્સ.
જેઠાભાઇ ગઢવીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, સુમરા ડેલી પાસેનાં શોપિંગ સેન્ટરની દુકાન બહાર
દીવાલની આડસમાં ઇકબાલ મુસા કુંભાર (રહે. ભુજવાળો) `સૂર'
નામની પૈસાની હારજીતનો જુગાર-રમી રમાડે છે. પોલીસે દરોડા પાડી ઇકબાલ
ઉપરાંત ઇમ્તિયાઝ કાસમ મેમણ (રહે. ભુજ)ને ઝડપી લીધા હતા. ઇકબાલે કહ્યું કે, પોસ્ટરમાં જુદાં-જુદાં ચિત્રો દોરેલાં છે. ખેલી તેમાંનાં ચિત્ર પર દાવ લગાડી
પુઠાંમાં ચોટેલી કાપલી કાઢી દાવ લગાડેલા સાથે મેચ થઇ જાય, તો
દાવના 10 ગણા પૈસા ખેલીને આપીને જુગાર
રમાડીએ છીએ. ઇમ્તિયાઝ તેની પાસે નોકરી કરે છે. રોકડા રૂા. 710, મોબાઇલ કિં. રૂા. 500 તથા જુગારના મુદ્દામાલ કબજે
કરી બન્ને વિરુદ્ધ જુગારધારા તળે ગુના દાખલ કરી કાર્યવાહી કરાઇ છે.