નખત્રાણા, તા. 2 : વેપારીઓના પ્રશ્નો સાથે જનસેવાના
વિવિધ કાર્યોમાં સહયોગી એવી અહીં ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભા અને નવા વર્ષના સ્નેહમિલનમાં
નખત્રાણાને કનડતી વિવિધ સમસ્યાના નિવારણ માટે સદસ્યોએ એકજૂટ રહેવા અપીલ કરાઈ હતી. 54મું નૂતન સ્નેહમિલન, નવી કારોબારીની રચના, લક્કી નંબર ડ્રો સહિત ગત વર્ષની પ્રવૃત્તિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આમ જનતા વચ્ચે વેપારી એક સમજદાર વર્ગ છે. જે રાજકીય, ધાર્મિક,
સામાજિક સમસ્યાઓની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક બની રહે છે.
સમારોહના મુખ્ય મહેમાન ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાડેજાએ વેપારી સંગઠનના
સ્નેહમિલનને બિરદાવતા નૂતનવર્ષમાં સંસ્થા દ્વારા સંસ્થાના વિકાસ સાથે લોકસેવાની પ્રવૃત્તિઓ
વિસ્તારવામાં આવે તેવી શુભેચ્છા સાથે શુભકામના વ્યક્ત કરી હતી. આરંભમાં સ્વાગત પ્રવચનમાં
સંસ્થાના મહામંત્રી રાજેશભાઈ પલણે શાબ્દિક સ્વાગત પ્રવચનમાં આવકાર આપી નૂતન વર્ષમાં
સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં લોકોને પીવાનું પાણી કાયાવાળુ આરોગ્યને હાનિકારક વિતરણ
કરાય છે. જેથી નર્મદા પાણી પુરવઠામાંથી પાણી વિતરણ કાયમ કરાય, ટ્રાફિક સમસ્યા નિવારવા, બાયપાસ રસ્તાની કામગીરીમાં તંત્રને
સહયોગ આપવા, રસ્તા, વીજળી વેપારી વર્ગને
વિવિધ કનડતા પ્ર્રશ્નોમાં નિવારણ કરવા માટે સંસ્થાના દરેક સદસયોએ એક જૂટ રહેવા શ્રી
પલણે અપીલ કરી હતી. બાદ ખજાનચી નીતિનભાઈ ઠક્કરે ગત મિનિટસનું વાંચન, હિસાબો રજૂ કર્યા જેને સર્વસંમિતિથી બહાલી આપવામાં આવી હતી. ગત વર્ષમાં સંસ્થા
પરિવારના સદસ્યોનું થયેલ નિધન બદલ સદગતોને મૌનપાળી અંજલિ આપવામાં આવી હતી. જ્યારે પૂર્વ
સરપંચ ચંદનસિંહ રાઠોડે સંસ્થાના વિકાસ માટે હંમેશા રાહબર બને છે તેબદલ તેમનું સન્માન
કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખો ભરતભાઈ સોમજિયાણી, લાલજીભાઈ રામાણી,
દિનેશભાઈ જોશી, કિશોર સોની, વિશનજી પલણ, હરિભાઈ ધોળુ અન્ય હોદેદારો જીતુભા જાડેજા,
મામદભાઈ ખત્રી, મેગાભાઈ રબારી, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઈ કોટડિયા, મિતેશ પલણ, અનિલભાઈ રાજગોર, વિજય
પટેલ, નીતિન દરજી, ગંગારામ સોની,
સંજયભાઈ મહેતા, છગનભાઈ ધનાણી, ભરતભાઈ રૈયાણી પ્રાસંગિક પ્રવચનમાં નૂતનવર્ષમાં સંસ્થા દરેક પ્રકારે પ્રગતિ
કરે, સેવા કાર્યોની પરંપરાને નિભાવે એવી નવા વર્ષની શુભેચ્છા
વ્યક્ત કરી હતી. વર્તમા કાર્યરત સંસ્થાના પ્રમુખ, મહામંત્રી,
ખજાનચી સહિત તમામ હોદેદારોની સક્રિયતા અને સહયોગને બિરદાવી સંગઠનના સમસ્ત
સદસ્યોની સર્વસંમતિથી ફરી 3 વર્ષ માટે હોદેદાર નિયુક્ત કરાયા હતા. અધ્યક્ષસ્થાને પ્રમુખ
બાબુભાઈ ધનાણીએ સદસ્યોએ વર્તમાન કારોબારી ઉપર વિશ્વાસ મૂકી ફરીથી જવાબદારી આપ્યા બદલ
આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ પલણ, આભારવિધિ નીતિનભાઈ ઠકકરે કરી હતી.