• સોમવાર, 03 નવેમ્બર, 2025

વિશ્વનાથન આનંદના નામે થઈ એફઆઈડીઈ વર્લ્ડ ચેસ ટ્રોફી

પણજી, તા. 1 : એફઆઈડીઈ વર્લ્ડ ચેસ કપ 2025ની નવી ટ્રોફી હવે ભારતના મહાન શતરંજ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદના નામે હશે. ગોવામાં થયેલા શાનદાર ઉદ્ઘાટન સમારોહમાં તેને વિશ્વનાથન આનંદ ટ્રોફીના નામથી સમર્પિત કરવામાં આવી હતી. બ્રાસથી બનેલી ગોલ્ડ પ્લેટેડ ટ્રોફી દર વર્ષે નવા ચેમ્પિયનને મળશે. એટલે કે એક રોલિંગ ટ્રોફી જે વિજેતાઓ વચ્ચે ફરતી રહેશે. 2002 બાદ પહેલી વખત એફઆઈડીઈ વિશ્વકપ ભારતમાં આયોજીત થઈ રહ્યો છે. ત્યારે આનંદે હૈદરાબાદમાં બે રમતના ફાઈનલમાં રુસ્તમ કાસિમદઝનોવને હરાવ્યો હતો. ટ્રોફીનું અનાવરણ રંગારંગ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયા, ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને એફઆઈડીઈ પ્રમુખ અર્કડી ડ્વાકોવિચ સામેલ થયા હતા. ઈવેન્ટમાં ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના અધ્યક્ષ નીતિન નારંગે કહ્યું હતું કે વિશ્વનાથ આનંદ કપની ઘોષણા કરતા તેઓને ખુબ જ ખુશી અને ગર્વ થઈ રહ્યો છે. કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે જ્યારે ભારતે 2002મા વિશ્વકપ હોસ્ટ કર્યો હતો ત્યારે 10થી પણ ઓછા ગ્રાન્ડમાસ્ટર હતા. આજે 90 છે. ભારતે ઓપન અને વિમન્સ બન્ને ઓલંપિયાડ જીત્યા છે અને દિવ્યા દેશમુખ મહિલા વિશ્વકપ ચેમ્પિયન છે. ભારત આગામી સમયમાં વધુ ચેમ્પિયન બનાવશે.  

Panchang

dd