નવી
દિલ્હી, તા.
1 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને અનુભવી
બેટર હરમનપ્રીત કૌર મહિલા વિશ્વકપના ખિતાબી મુકાબલામાં ઈતિહાસ રચવાના કિનારે છે. હરમનપ્રીત
ટૂર્નામેન્ટમાં `િસક્સર
ક્વીન' બનવાથી
માત્ર બે કદમ દુર છે. હરમનપ્રીત વર્તમાન સમયે મહિલા વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી
વધારે સિક્સર ફટકારનારી ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે બીજા ક્રમાંકે છે. તે ટુર્નામેન્ટના
34 મેચમાં 22 સિક્સર ફટકારી ચુકી છે. જ્યારે વિન્ડિઝની ઓલરાઉન્ડર
ડિએન્ડ્રા ડોટિનના નામે 29 મુકાબલામાં
22 સિક્સર છે. શીર્ષ સ્થાને ન્યુજિલેન્ડની સોફી
ડિવાઈન છે. જેણે 32 મેચમ
23 સિક્સર ફટકારી છે. તેવામાં હરમનપ્રીતને ડિવાઈનથી
આગળ જવા માત્ર બે સિક્સરની જરૂરિયાત છે.