• સોમવાર, 03 નવેમ્બર, 2025

વસતી નીતિ ઝડપથી લાવવાની જરૂર

નવી દિલ્હી, તા. 2 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કેન્દ્ર સરકાર સમક્ષ જનસંખ્યા નીતિ ઝડપથી તૈયાર કરવાની અપીલ કરી છે. જેથી જનસંખ્યાના અસંતુલનને સુધારી શકાય. હોસબાલેએ મધ્યપ્રદેશના જબલપુરમાં સંઘની અખિલ ભારતીય કારોબારી બેઠકના અંતિમ દિવસે આ નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારોને કહ્યું હતું કે સરકારે ખુલ્લા મંચ ઉપર અને સંસદમાં પણ ઉલ્લેખ કર્યો છે. જનસંખ્યા નીતિ જેટલી ઝડપથી તૈયાર થશે તેટલો જ વધારે લાભ થશે.  પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જનસાખ્યિકીય પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. જેનો ઉકેલ લાવવા એક ઉચ્ચ સ્તરના મિશનની ઘોષણા કરી હતી. આવી જ રીતે ફેબ્રુઆરી 2024મા લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જનસંખ્યા નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તીવ્ર જનસંખ્યા વૃદ્ધિ અને પરિવર્તનના પડકારો ઉપરર વિચાર કરવા એક ઉચ્ચ સ્તરની સમિતિની ઘોષણા કરવામાં આવી હતી. પ્રસ્તાવિત મિશન કે સીતારમણની ઘોષણા બાદ હવે દત્તાત્રેય હોસબાલેનું નિવેદન સામે આવ્યું છે. હોસબાલેએ કહ્યું હતું કે ઘૂસણખોરી, ધાર્મિક ધર્માંતરણ અને એક જ સમુદાયનો દબદબો. આ ત્રણ મુખ્ય કારણ છે જે  લોકતંત્રને અસ્થિર બનાવી શકે છે. તેમણે જનસંખ્યા નિયંત્રણના કાયદાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે સેવાના નામે ધર્માંતરણ ચિંતાનો વિષય છે. વનવાસી કલ્યાણ આશ્રમ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનો આવા ધર્માંતરણને રોકવા માટે કામ કરી રહ્યા છે. પંજાબમાં શિખો વચ્ચે પણ ધર્માંતરણ વધી રહ્યું છે. જેને જાગૃતતા અને તાલમેલથી રોકી શકાય તેમ છે.  

Panchang

dd