• સોમવાર, 03 નવેમ્બર, 2025

મહાદેવની આરાધનાથી જન્મોજન્મના પાપદોષ મટે

ગુનેરી (તા. લખપત), તા. 2 : અહીંના નિત્યશિવ નિરંજન દેવ ગુફા સંસ્થાનમાં મહંત દિગંબર અશોકભારતી મહારાજ પ્રેરિત શ્રીશ્રી 1008 દિગંબર ખુશાલભારતીજી બાપુનાં સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમાંથી શરૂ થયેલા સનાતન ચાતુર્માસ મહોત્સવ દરમ્યાન કથાકાર હાર્દિક જોશી, કિરણભાઇ જોશી, વિશાલ મહારાજ તથા અંતિમ તબક્કામાં ગિરિબાપુના વ્યાસાસને શિવ મહાપુરાણ કથા તથા બગલામુખી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાદેવની આરાધનાથી જન્મોજન્મના પાપદોષ મટે. શિવ સમાન કોઇ દાતા નથી. શિવ મહિમાના ઉદાહરણ સાથે ગિરિબાપુએ પંચમ દિવસની કથામાં સતિ પ્રાગટયની કથાનું રસપાન કરાવ્યું હતું. દીકરી પારકી નહીં, પણ આપણી થાપણ કહેવાય. દહેજનાં દૂષણને દૂર કરવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને બહારનું ખાવા-પીવાનું ટાળવા શીખ આપી હતી. ખુશાલભારતી બાપુ તથા પ્રયાગરાજ સ્થિત લેટે હનુમાન મંદિર સંસ્થાનના બલવીરગિરિએ વિનમ્ર બનવા શીખ આપી હતી. દેશની રક્ષા, ધર્મ-સંસ્કૃતિની રક્ષા, જીવદયાનાં કાર્યો કરવા એ મોટો ધર્મ છે તેવી સંતોએ શીખ આપી હતી. ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ વિ. ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં પ્રથમ વખત બગલામુખી મહાયજ્ઞ, સંતવાણી, આરાધીવાણીના કલાકારો દ્વારા ભજન-સત્સંગ સહિતના ધર્મકાર્યો યોજાયા હતા. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર ભારત, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાંથી સંતો, મહંતો, પીઠાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોસ્વામી સમાજના અગ્રણીઓ, દાતાઓ દ્વારા પોથી વ્યાસ પૂજન, આરતી, સંતોનું સન્માન કરાયું હતું. મુખી યજ્ઞમાં કુંડી યજ્ઞના આચાર્યપદે હરિઓમજી મહારાજ, તંત્રાચાર્ય લક્ષ્મીકાંત પાંડે, કથાના આચાર્ય શાત્રી સંજય મનુભાઇ જોશી સંભાળી રહ્યા છે. સંતો હરિસંગજી દાદા, રાજપુરીજી, શિવહરિભારતીજી બાપુ, બૃજેન્દ્રગિરિ બાપુ, આશિષભારતીજી બાપુ, સદાનંદભારતીજી બાપુ, મહંત સૂરજપુરીજી, દેવકુંવરબા વિ.નું સન્માન કરાયું હતું. દાતાઓ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, હરિભાઇ ડાંગર, વિનોદભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ આહીર, કરશનદાસ ચાંદ્રા, હરિરામ ચાંદ્રા સહયોગી રહ્યા હતા. વ્યવસ્થા મહોત્સવ સમિતિ સંભાળી રહી હોવાનું પ્રવક્તા દીપકભાઇ રેલોન, માનસંગજી જાડેજાએ જણાવ્યું હતું. સંચાલન દીપકભાઇ ઠક્કરે કર્યું હતું. 

Panchang

dd