• સોમવાર, 03 નવેમ્બર, 2025

બેહદ ગરીબીથી મુક્ત બન્યું કેરળ

તિરુવનંતપુરમ્, તા. 1 : દક્ષિણ ભારતનું કેરળ રાજ્ય વધુ પડતી ગરીબીથી મુક્ત થઈ ગયું છે, તેવી ઘોષણા મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને શનિવારે કરી હતી. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારે દાવો કર્યો હતો કે, અત્યંત ગરીબીમાંથી મુક્ત થવાની સફળતા મેળવનાર કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વિજયન સરકારે 2021માં વધુ પડતી ગરીબી દૂર કરવા માટે પરિયોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 64 હજારથી વધુ પરિવારોની ઓળખ કરાઈ હતી. સરકારે દાવો કર્યો હતો કે, ચાર વર્ષના ટૂંકાગાળામાં આ તમામ પરિવારોને બેહદ ગરીબીની ચુંગાલમાંથી મુક્ત કરાયા છે.  `કેરળ પિરવી' એટલે  કે રાજ્યના સ્થાપના દિવસ પર શનિવારે રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રીએ આ અંગે સત્તાવાર ઘોષણા કરી હતી. વિજયને જણાવ્યું હતું કે, એક હજાર કરોડથી વધુ રોકાણ સાથે રાજ્ય સરકારે અસહ્ય ગરીબીમાં પિસાતા પરિવારોને રોજ જમવાનું ઘર, આરોગ્યની સેવાઓ પૂરી પાડી હતી. દરમ્યાન, કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે પિનરાઈ સરકારના દાવાને છેતરપિંડી લેખાવીને વિરોધ કરતાં વિશેષ સત્રનો બહિષ્કાર કર્યો હતો.  

Panchang

dd