• સોમવાર, 03 નવેમ્બર, 2025

છૂટ બાદ જીએસટી વસૂલાત વધી

નવી દિલ્હી, તા. 1 : જીએસટી દરોમાં ધરખમ ઘટાડા બાદ ઓકટોબરમાં જીએસટી વસૂલાત 4.6 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ વધારો દરમાં ઘટાડાની સાથોસાથ તહેવારી દિવસોમાં ખમતીધર ખરીદીનાં કારણે આવ્યો છે. સરકારે શનિવારે જારી કરેલા આંકડા અનુસાર, ઓકટોબરમાં જીએસટી વસૂલાત બે લાખ કરોડની નજીક પહોંચી ગઇ હતી.દરમ્યાન, કેન્દ્ર સરકારે આજ શનિવારથી નવી જીએસટી નોંધણી યોજના શરૂ કરી હતી. આ નવી યોજનાનો ફાયદો એ વેપારીઓને મળશે, જેમનો માસિક જીએસટી અઢી લાખથી ઓછો હશે. નાના અને ઓછાં જોખમવાળા કારોબાર માટે જીએસટી નોંધણી માત્ર ત્રણ કારોબારી દિવસમાં મળી જશે. દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને ગાઝિયાબાદમાં સીજીએસટી ભવનનાં ઉદ્ઘાટન દરમ્યાન કહ્યું હતું કે, આ નવી યોજનાથી લગભગ 96 ટકા નવા અરજદારોને લાભ થશે. દરમ્યાન, ઓકટોબર મહિનામાં થયેલી જીએસટી વસૂલાત પર નજર કરીએ તો વાર્ષિક આધાર પર 4.6 ટકા વધારો થયો છે. એક વર્ષ પહેલાં ઓકટોબર- 2024માં દેશની સરકારે 1.87 લાખ કરોડ રૂપિયા જીએસટી વસૂલાત કરી હતી. 

Panchang

dd