નલિયા, તા. 1 : અહીંની કોર્ટે ચેક પરત કેસમાં કોડીનારના દેવડી
ગામના રામસિંહભાઇ નારાણભાઇ ડાહીમાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. 3,80,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. મૂળ કોડીનાર
તાલુકાના ધારાના અને હાલે વાયોરમાં કોન્ટ્રાકટરના
વ્યવસાયી ભીખુભાઇ ચંડેરાએ તા. 29-11-2013ના મિત્રતાના નાતે રામસિંહ ડાહીમાને (બે લાખ) એક માસની મુદ્ત માટે ચેક મારફતે
હાથ ઉછીના આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે રામસિંહએ ભીખુભાઇને આપેલા ચેક પરત ફરતા ફરિયાદ
દાખલ કરી હતી. લાંબી કાનૂની લડાઇ અને આરોપીની લાંબા સમય સુધી ગેરહાજરી બાદ નલિયાના
અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્જ એમ.એમ. કુરેશીએ આરોપી રામસિંહભાઇને તકસીરવાન ઠેરવી
એક વર્ષની સાદી કેદની સજજા અને રૂા. 3,80, લાખ વળતર પેટે હુકમની તારીખથી છ માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કર્યો
છે. અને અદાલતે આરોપી વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કર્યું છે. ફરિયાદી ભીખુભાઇવતી નલિયાના
સિનિયર ધારાશાત્રીઓ લાલજી એલ. કટુઆ, પ્રેમજી એમ. ચંદે, હેતલ ટી. જોગી,
કમલેશ કે. મહેશ્વરી અને વૈભવ એલ. કટુઆ હાજર રહ્યા હતા.