સોલ, તા.6 : ભારતની 17 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તન્વી
શર્માનું શાનદાર ફોર્મ યથાવત્ છે. ગત સપ્તાહે તાઇપે ઓપન સુપર-300 ટૂર્નામેન્ટનો ખિતાબ જીતનાર
તન્વી શર્મા હવે કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના ક્વાર્ટર
ફાઇનલમાં પ્રવેશી છે. તેણે પ્રી. ક્વાર્ટર મેચમાં હમવતન ખેલાડી શ્રેયાંશી વાલિશેટ્ટીને
21-16, 17-21 અને 21-13થી હાર આપી હતી. ક્વાર્ટર ફાઇનલમાં
તન્વી ફરી એકવાર હમવતન ખેલાડી સામે ટકરાશે. તેની સામે રક્ષિતા રામરાજ હશે. તેણીએ જાપાની
ખેલાડી મનામી સુઇજુને 22-20 અને 21-10થી હાર આપી હતી.