ગાંધીધામ, તા. 6 : પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર
અંગેની બે જુદી-જુદી કાર્યવાહી કરીને 11 ખેલીઓને રોકડ રૂા. 31,050 સાથે પકડી પાડયા હતા. સામખિયાળીમાં ગની માંજોઠીના મકાન બહાર
ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી
હતી અને અહીંથી ફિરોજ ગની માંજોઠી, સુરેશ ગોવિંદ પ્રજાપતિ, પાંચા અણદા કોળી, જાવેદ જુસબશા ફકીર, પરેશ ગોકળ પ્રજાપતિની ધરપકડ કરી રોકડ
રૂા. 18,890 તથા ત્રણ ફોન, ત્રણ બાઇક એમ કુલ્લ રૂા. 1,28,890નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
બીજી કાર્યવાહી ભચાઉમાં કોલિયાસરી શેરી નંબર 8માં હનુમાન મંદિર આગળ ખુલ્લામાં કરવામાં આવી હતી. અહીંથી રાજેશ
ડાયા રાજપૂત, હાજી મુસા ઘાંચી,
શબ્બીર અલીમામદ લંઘા, ધીરજ ધના કોળી, પંકજ સુરતરામ રાજપૂત, નરોત્તમ ગજરાજ માવર નામના શખ્સોની
પોલીસે ધરપકડ કરી હતી અને આ પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 12,160 તથા ત્રણ મોબાઇલ એમ કુલ્લ રૂા.
27,160નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.