• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભુજ શહેર પોલીસે ગુમ મોબાઈલ, વાહન શોધી આપ્યા

ભુજ, તા. 6 : શહેરની એ -ડિવિઝન પોલીસે ગુમ થયેલા વાહન-મોબાઈલ શોધી આપી અરજદારોને પરત કર્યા હતા. આ અંગે એ-ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ સીઈઆઈઆર પોર્ટલ તથા નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ અને હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલા પાંચ વાહન જેમાં એક રિક્ષા, બે બાઈક,, બે એક્ટિવા તથા ત્રણ મોબાઈલ અને ચાંદીની પાયલ એમ કુલ્લે રૂા. 2,47,000 શોધી અરજદારોને પરત સોપી પોલીસના `તેરા તુજકો અર્પણ' સૂત્રને સાર્થક કર્યું હતું. આ કામગીરીમાં એ-ડિવિઝન પી. આઈ. એમ. આર. નકુમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Panchang

dd